ગુજરાત ATS એ તિસ્તા સેતલવાડની સોંપણી કરી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને, જાણો ગઇકાલથી આજ સુધીનો સમગ્ર ઘટનાક્રમ

ગુજરાત ATS દ્વારા મુબંઇના જુહુમાંથી તિસ્તા સેતલવાડની અટકાયતક કરવામાં આવી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો નિવૃત પોલીસ અધિકારી આર.બી.શ્રીકુમાર અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાત ATS એ તિસ્તા સેતલવાડની સોંપણી કરી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને, જાણો ગઇકાલથી આજ સુધીનો સમગ્ર ઘટનાક્રમ
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jun 26, 2022 | 8:09 PM

વર્ષ 2002માં ગોધરા કાંડ (Godhra Riots) બાદ થયેલા રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court)દ્વારા નિયુક્ત ખાસ તપાસ ટીમે તત્કાલીન મુખ્યમંત્રી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને(Narendra Modi) ક્લીનચીટ આપી હતી. તેને ઝાકિયા ઝાફરી  દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દેતાં કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર. બી. શ્રીકુમાર સામે ફરિયાદ નોંધી હતી. જે પૈકી તિસ્તા સેતલવાડની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા મુંબઇથી કરવામાં આવી હતી અને હાલમાં તેને લાવીને ક્રાઇમ બ્રાંચને સોપણી કરવામાં આવી છે. સાથે જ નિવૃત પોલીસ અધિકારી આર.બી.શ્રીકુમાર અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણ મુદ્દે SITએ આપેલી ક્લિનચીટ મુદ્દે કહ્યું હતું કે, સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અરજીકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનું ખોટા હેતુ માટે શોષણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે SIT તપાસની પ્રશંસા કરી હતી સાથે જ કહ્યું હતું કે  જેટલા લોકો કાયદા સાથે રમત રમે છે તેમના વિરૂદ્ધ પગલાં લેવાં જોઈએ. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડનું નામ લઈને કહ્યું કે, તેના વિરૂદ્ધ તપાસની જરૂર છે. મહત્વનું છે કે, 2002ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારી સામે ફોજદારી ટ્રાયલની માંગ કરતી અરજી કરી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમા તિસ્તા સામે નવી FIR દાખલ

તિસ્તા સેતલવાડને મુંબઇમાં તેના જુહુમા આવેલા ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. તિસ્તાનો કબજો લેવા માટે ગુજરાત ATSની બે ટીમો તપાસ માટે પહોંચી હતી. જેમાં એક ટીમ પોલીસ સ્ટેશનમાં હતી અને બીજી ટીમ જુહુમાં તિસ્તાના ઘરે મુંબઈ પોલીસ અધિકારીઓ સાથે પહોંચી હતી.

કોણે નોંધાવી ફરિયાદ?

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે ઇન્સ્પેક્ટર ડી.બી. બરાડે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આઇપીસીની કલમ 468, 471,194, 211, 218, 120(બી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

સુપ્રીમ કોર્ટે  કરી હતી ટકોર

સુપ્રીમ કોર્ટે ગત રોજ  ટકોર કરી હતી કે  વર્ષ  2002માં  ગુજરાતમાં  ગોધરા ખાતે સાબરમતી ટ્રેન સળગાવવાની  ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો અંગે ખોટા, નકલી અને જ્વલનશીલ નિવેદનો કરનારા ગુજરાતના અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ એવું અવલોકન સુપ્રીમ કોર્ટે શુકવારે કર્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati