Ahmedabad: ગુરુ પૂર્ણિમા નિમિત્તે જગન્નાથ મંદિરમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, એક શિષ્યએ દિલીપદાસજી મહારાજને સોનાની માળા અને પેન્ડલની ભેટ આપી

આજે અમદાવાદમાં (Ahmedabad) પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઇ રહી છે. ગુરુ પૂર્ણિમાં નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિરમાં (Jagannath Temple) ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 3:00 PM

આજે અષાઢ સુદ પૂર્ણિમા (Ashadhi purnima) એટલે કે ગુરુ પૂર્ણિમાનો (guru purnima) દિવસ છે. આ ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ વંદનાનો શ્રેષ્ઠ અવસર. આ દિવસે ગુરુની પૂજાનું (Guru puja) વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ગુરુને ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે માત્ર ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. ત્યારે આજે અમદાવાદમાં (Ahmedabad) પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઇ રહી છે. ગુરુ પૂર્ણિમાં નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ. ભક્તોએ ભગવાન જગન્નાથ સાથે મહંત દિલીપદાસજી મહારાજના પણ આશીર્વાદ લીધા.

જગન્નાથ મંદિરમાં ગુરુ પૂર્ણિમાંની ઉજવણી

અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરૂ પૂર્ણિમાનો દિવસે લોકો ગુરુનું સન્માન કરીને ઉજવતા હોય છે. ત્યારે આજના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. ત્યાર બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના પણ ભક્તોએ આશીર્વાદ લીધા હતા. આજના ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ગુરૂને ભેટ આપવાની પણ એક પરંપરા હોય છે. ત્યારે જગન્નાથ મંદિરમાં દિલીપદાસજી મહારાજના એક શિષ્ય પ્રતાપ ઠાકોરે ગુરૂને સોનાની માળા અને પેન્ડલની અનોખી ભેટ આપી હતી.

શું છે ગુરુ પૂર્ણિમાંની વિશેષતા ?

મહત્વનું છે કે આ દિવસને મહર્ષિ વેદ વ્યાસજીના (Maharshi ved vyas) જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસ સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. તેમને જ તમામ 18 પુરાણોના રચયિતા માનવામાં આવે છે. વેદોના વિભાજનનો શ્રેય પણ મહર્ષિ વેદ વ્યાસજીને જ આપવામાં આવે છે. આ સાથે જ એવી પણ માન્યતા છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી આપના સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકાય છે. આપના જીવનમાં આવતી અડચણોને દૂર કરી શકાય છે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">