બ્રેકિંગ ન્યૂઝ : અમદાવાદના ચાંગોદર પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં લાગી આગ, બે લોકોના મોત
ચાંગોદર પાસે સરી પાટીયા પાસે મેલડી માતાના મંદિર પાસે આ ઘટના બની હતી. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે ટ્રકમાં આગ લાગી હતી. જેના કારણે ટ્રકમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી બે લોકોના મોત થયા છે. તો ઘટનાની જાણ થતાં ચાંગોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
અમદાવાદના ચાંગોદર પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ચાંગોદર નજીક સરી પાટીયા પાસે આવેલા મેલડી માતાના મંદિર પાસે આ ઘટના બની હતી. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે ટ્રકમાં આગ લાગી હતી.
મળતી માહિતી અનુસાર, ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગી હતી. જેના કારણે ટ્રકમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી બે લોકોના મોત થયા છે. તો ઘટનાની જાણ થતાં ચાંગોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ફાયર વિભાગે પણ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો હરણી બોટ દુર્ઘટના મામલે FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, તપાસમાં બોટ પલટવાનું સાચું કારણ આવ્યું સામે
Published on: Jan 29, 2024 05:28 PM