ફોર્ડ કંપની બંધ થવાથી આટલા લોકોની છીનવાશે રોજીરોટી! સાણંદ પ્લાન્ટમાં છેલ્લી કારનું કર્યુ ઉત્પાદન

અમેરિકન કાર નિર્માતા ફોર્ડે ભારતમાં પાછી પાણી કરી દીધી છે. સાણંદમાં તેના પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું. શુક્રવારે છેલ્લા એકમનું ઉત્પાદન કર્યું.

ફોર્ડ કંપની બંધ થવાથી આટલા લોકોની છીનવાશે રોજીરોટી! સાણંદ પ્લાન્ટમાં છેલ્લી કારનું કર્યુ ઉત્પાદન
Ford last car manufactured at Sanand plant

અમેરિકન કાર નિર્માતા ફોર્ડે ભારતમાં પાછી પાણી કરી દીધી છે. કંપનીએ તેનો બિઝનેસ ભારતમાં સમાપ્ત કરવાનું શરૂ કરી દીધું છે. સાણંદમાં તેના પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું. ફોર્ડે સાણંદ પ્લાન્ટમાં છેલ્લા એકમનું ઉત્પાદન કર્યું. છેલ્લી કાર ઉત્પાદન કર્યા બાદ પ્લાન્ટ બંધ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ફોર્ડ ઇન્ડિયાએ ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેતા કહ્યું હતું કે 2021 ના ​​ચોથા ક્વાર્ટરમાં સાણંદ પ્લાન્ટ અને 2022 ના બીજા ક્વાર્ટર સુધીમાં ચેન્નાઈ પ્લાન્ટમાં ઉત્પાદન બંધ થઈ જશે. કંપની ચેન્નાઇમાં ઇકોસ્પોર્ટ મોડલનું ઉત્પાદન કરે છે, જ્યારે ફિગો, એસ્પાયર અને ફ્રી સ્ટાઇલ મોડલ સાણંદમાં બનાવવામાં આવે છે.

આટલા લોકો થઇ જશે બેરોજગાર

ફોર્ડ મોટર્સના ભારત છોડવાના નિર્ણયથી લગભગ 5,300 કર્મચારીઓ અને કામદારોનું ભવિષ્ય અનિશ્ચિત થઈ જશે. ફોર્ડ ઇન્ડિયા તેના ચેન્નાઇ પ્લાન્ટમાં આશરે 2,700 કાયમી કર્મચારીઓ અને લગભગ 600 કર્મચારીઓ ધરાવે છે. તે જ સમયે, સાણંદમાં કામદારોની સંખ્યા લગભગ 2,000 છે.

જણાવી દઈએ કે ફોર્ડ ઇન્ડિયા 500 કર્મચારીઓ સાથે સાણંદમાં એન્જિન એક્સપોર્ટ પ્લાન્ટનું સંચાલન ચાલુ રાખશે. વધુમાં, 100 કર્મચારીઓ ભારતમાં વ્યવસાયને ટેકો આપવા કસ્ટમર કેર, પાર્ટ્સ ડિસ્ટ્રીબ્યુશન માટે 100 કર્મચારીઓની સેવા ચાલુ રહેશે. ફોર્ડ ઇન્ડિયા અનુસાર, તેના નિર્ણયથી લગભગ 4,000 કર્મચારીઓ પ્રભાવિત થવાની ધારણા છે. કંપની તેના કર્મચારીઓને નુકસાનથી બચાવવા માટે વળતર પેકેજ પર વિચાર કરી રહી છે.

અત્યારે ફોર્ડ ઇન્ડિયા હાલના ચેન્નઈ પ્લાન્ટમાં ઉત્પાદન ચાલુ રાખશે. જણાવી દઈએ કે કંપની પાસે ઈકોસ્પોર્ટ કારના 30,000 એકમો છે, જે આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાના છે. ભારતમાં પ્લાન્ટ બંધ કરવાના નિર્ણય પર ટોચના ફોર્ડ મોટર એક્ઝિક્યુટિવ્સ અને શ્રમિક સંઘ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

માહિતી અનુસાર કંપની છેલ્લા 10 વર્ષથી ભારતમાં ખોટ કરી રહી છે, જેના કારણે કંપનીને 2 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. ભારતમાં કંપનીનું વેચાણ સતત ઘટી રહ્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં કાર માર્કેટમાં મંદીના કારણે બિઝનેસ ગ્રોથની કોઈ સંભાવના નથી. આ તમામ કારણોસર ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય, બીએસ -6 ઉત્સર્જન ધોરણો લાગુ થયા બાદ કારનું ઉત્પાદન મોંઘુ થયું. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારી દરમિયાન કંપનીને સૌથી વધુ નુકસાન થયું છે. જો કે, ફોર્ડ તેના હાલના ગ્રાહકોને સેવા આપવાનું ચાલુ રાખશે. વર્તમાન ગ્રાહકોને સમયસર સર્વિસિંગ અને ભાગો આપવા માટે શટડાઉન પછી પણ ફોર્ડના સેવા કેન્દ્રો અને ગ્રાહક પોઇન્ટ ખુલ્લા રહેશે.

જ્યાં સુધી વર્તમાન પ્રોડક્ટ ઈન્વેન્ટરીનો સવાલ છે, ડીલર ઈન્વેન્ટરીમાં ઉપલબ્ધ કારોનું વેચાણ થઈ જાય પછી વેચાણ સંપૂર્ણપણે બંધ થઈ જશે. કંપનીની વર્તમાન પ્રોડક્ટ લિસ્ટમાં ફિગો, એસ્પાયર, ફ્રી સ્ટાઇલ, ઇકોસ્પોર્ટ અને એન્ડેવર જેવી કારનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: સામાન્ય માણસની અસામાન્ય મુસીબત: પેટ્રોલ 100 ને પાર, BS6 એન્જિનની નવી ગાડીઓમાં CNG કીટની પરવાનગી નહીં

આ પણ વાંચો: શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ, પિતા સચિને જ ગળું દબાવી માતા મહેંદીની હત્યા કરી હોવાનો ખુલાસો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati