Rathyatra 2022: ભગવાનને આવકારવા મોસાળિયાઓ હરખઘેલાં, ‘મોહન’થાળ જમાડવા સરસપુરમાં રસોડાં ધમધમ્યાં

Rathyatra 2022: સરસપુરમાં (Saraspur)જંગી માત્રામાં પ્રસાદ બને છે અને આટલી વિશાળ જનમેદની પ્રસાદ જમે છે તેમ છતાં ક્યારેય પ્રસાદ ખૂટ્યો નથી. .આ સમગ્ર તૈયારીઓનો કેસ સ્ટડી કરવા માટે IIM અમદાવાદના વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે.

Rathyatra 2022: ભગવાનને આવકારવા મોસાળિયાઓ હરખઘેલાં, 'મોહન'થાળ જમાડવા સરસપુરમાં રસોડાં ધમધમ્યાં
For Rathyatra 2022, a huge kitchen will be prepared by Mosalis in Saraspur Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 8:05 AM

અમદાવાદમાં લોકોત્સવ સમી રથયાત્રાને (Rathyatra 2022) હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભગવાન ને આવકારવા મોસાળ સરસપુર (Saraspur)હરખઘેલું બન્યું છે. સરસપુરની વિવિધ પોળમાં ભગવાન સાથે આવનારા ભક્તોને ભોજન પીરસવાં રસોડાં ધમધમી રહ્યા છે. અમદાવાદમાં વર્ષોથી સરસપુરમાં ભગવાન વિશ્રામ કરે છે અને સરસપુર વાસીઓ મોસાળિયા બનીને ભગવાનને પ્રેમથી આવકારે છે અને હોશે હોશે જમાડે છે મોસાળમાં ભાણિયા બનીને જ્યારે ભગવાન જગ્ન્નાથ જ્યારે મોટા ભાઈ બળભદ્રજી અનો બેહન સુભદ્રા સાથે મોસાળ સરસપુરમાં પધારે છે ત્યારે તેમને મોહનથાળથી મોં મીઠું  કરાવવામાં આવશે તો અન્ય પોળોમાં પણ  ભક્તજનો માટે   શાક, પૂરી, ફુલવડી, ખીચડી અને કઢી અને બુંદીના પ્રસાદની તૈયારીઓ થઈ રહી છે.

કહેવત છે ને કે ‘મોસાળમાં જમણને મા પીસરનારી’ પરંતુ ભગવાન આવતા હોય ત્યારે મોસાળિયા  પણ એટલા જ હરખઘેલા છે ને ભગવાનને મા જશોદા કે દેવકીની જેમ જ હોશે હોશે જમાડશે અને તેમના લાડકોડ પૂરાં કરશે.  કહેવાય છે કે  એક ભાણેજ જમે તે તેનું પુણ્ય  100 બ્રાહ્ણોને જમાડવા બરાબર છે  ત્યારે અહીં તો ભગવાન પોતે જ મોટા ભાઈ અને બહેન સાથે પધારવાના  હોવાથી સરસપુરમાં હરખની હેલી જોવા મળી રહી છે અને આબાલ વૃદ્ધ હોંશેહોંશે રસોડાની સેવામાં જોડાયા છે.   રથયાત્રા સરસપુરમાં ભોજન અને વિશ્રામ કરીને નીજ મંદિર પરત આવવાના માર્ગે  આગળ વધતી હોય છે.

સરસપુરમાં મોટી માત્રામાં બની રહ્યો છે ભોજન પ્રસાદ

સરસપુરની 13 પોળમાં રથયાત્રામા આવતા ભકતજનો, ભજનમંડળી , અખાડા,  ખલાસી ભાઈઓ અને ટ્રકના ટેબ્લોમાં સવાર લોકો સહિત સાધુ સંતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે વર્ષોથી સરસપુરની બહાર રહેતા લોકો પણ સરસપુરમાં સેવા માટે આવી જાય છે અને ભગવાનના જમણની વ્યવસ્થા જોડાય છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

 આટલા વર્ષોમાં ક્યારેય નથી ખૂટ્યો પ્રસાદ

સરસપુરમાં ભોજન વ્યવસ્થા વર્ષોથી થાય છે ત્યારે એક વિશેષતા એ પણ જોડાયેલી છે કે આટલા વર્ષોમાં કયારેય અહીં ભોજન ખૂટ્યું નથી. સરસપુરમાં રસોડાના સંચાલકના જણાવ્યા પ્રમાણે રથયાત્રાની આગલી રાત્રે બટાકાનું શાક બનાવવામાં આવે છે જેથી શાક બગડે નહીં. સમગ્ર ભોજન તૈયાર થઈ જાય એટલે બટુક ભોજન કરાવીને જેમ જેમ ભક્તો આવે તેમ તેમ તેમને જમાડવામાં આવે છે.આ  સમગ્ર તૈયારીઓનો કેસ સ્ટડી કરવા માટે  IIM અમદાવાદના વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે.

મોસાળામાં મહારસોડાની તૈયારી

  1. 1500 કિલો મોહનથાળ
  2. 1000 કિલો લોટની પૂરીઓ
  3.  1000 કિલો બટાકાનું શાક

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">