Ahmedabad : સરકારની બાંહેધરી બાદ આખરે 13 દિવસે સમેટાઈ FMG ડોક્ટરોની હડતાળ
આરોગ્ય વિભાગના અધિકારીઓ(health Officer) દ્વારા માંગણી સંતોષવાની બાંહેધરી અપાતા FMG ડોક્ટરોએ હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો.
13 દિવસની હડતાળ બાદ આખરે અમદાવાદ સિવિલમાં(Ahmedabad Civil) ચાલી રહેલી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ ડોક્ટર(FMG Doctors) એસોસિએશનની હડતાળ સમેટાઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ(health Officer) દ્વારા માંગણી સંતોષવા બાંહેધરી અપાતા હડતાળ સમેટવાનો નિર્ણય કરાયો.મહત્વનું છે કે,સ્ટાઇપેન્ડ અને ઈન્ટર્નશિપ મુદ્દે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી સરકારની બાંહેધરી બાદ આખરે તબીબોએ હડતાળ(Strike) સમેટવાનો નિર્ણય લીધો છે.
ડોક્ટરોની હડતાળનો સિલસિલો યથાવત
થોડા દિવસો અગાઉ પડતર માગને લઇ ફરી જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ(Junior Resident Doctors) હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.MSનો અભ્યાસ પૂર્ણ કરેલા બી.જે.મેડીકલ સહિત રાજ્યમાં આવેલી વિવિધ સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલના જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ(Resident Doctors) બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતુ. ગુજરાતના સરકારી મેડીકલ કોલેજના એક હજારથી વધારે રેસિડેન્ટ ડોક્ટરોએ મેડીકલ સુપરિટેન્ડેન્ટ, ડીન અને પીજી ડાયરેક્ટરને 24 કલાકનનું અલ્ટિમેટમ આપી હડતાળની ચિમકી ઉચ્ચારી હતી.
કોવિડ સેવાઓથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો
આ મામલે અગાઉ રાજ્યના આરોગ્ય પ્રધાને પણ માંગણીને યોગ્ય ઠેરવી હતી.છતાં સંતોષકારક જવાબ આપવામાં ન આવતા 16 જુને સવારે 9 વાગ્યાથી તમામ સર્વિસ અને રૂટિન કામગીરીથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવવ્યુ હતુ.