દર વરસે એક રાજસ્થાની પરિવાર પતંગોત્સવ નજીક આવતા જ અમદાવાદ આવે છે, કારણ જાણીને તમે ચોંકી જશો

દર વરસે એક રાજસ્થાની પરિવાર પતંગોત્સવ નજીક આવતા જ અમદાવાદ આવે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
રાજસ્થાની પરિવાર પતંગ બનાવવામાં મશગુલ

બેલીમ પરિવારમાં કોઈએ વધુ અભ્યાસ કર્યો નથી. પણ તેઓ પતંગ બનાવવાના એટલા માહિર છે કે તેમના પતંગો તમામ સ્થળો પર વખણાય છે. માટે જ ગ્રાહકો પણ તેમની કામગીરીથી આકર્ષાઈને એક બે કે ત્રણ વર્ષ નહી પણ 30 વર્ષથી પતંગ અને દોરીની ખરીદી કરે છે.

Darshal Raval

| Edited By: Utpal Patel

Dec 29, 2021 | 7:30 PM

પતંગ રસિકો જે પર્વની રાહ જોઈ રહ્યા હતા તે ઉતરાયણ પર્વને થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ જ પતંગ રસિકોની ડિમાંડને પહોંચી વળવા માટે કારીગરો પણ તૈયારીમાં લાગી ગયા છે. અને તેમાં પણ અમદાવાદમાં એક એવો પરિવાર છે કે જે જોધપુરથી આવે છે અને છેલ્લી પાંચ પેઢીથી તે પરિવાર પતંગ બનાવીને લોકોને પુરા પાડે છે.

વાત માનવામાં નહી આવે કોઈ પરિવાર પાંચ પેઢીથી એક જ કામ સાથે જોડાયેલો હશે. પણ આ વાત સાચી છે. જોધપુરમાં રહેતો બેલીમ પરિવાર કે જે છેલ્લા પાંચ પેઢીથી એક જ કામ કર છે અને તે છે પતંગ બનાવવાનું. ઉતરાયણનો પર્વ આવતાના બે મહિના પહેલા આ બેલીમ પરિવાર અમદાવાદમાં રિલીફ રોડ પર આવે છે. અને ગોડાઉન ભાડે રાખીને પતંગ બનાવાવનું કામ શરૂ કરે છે. જે કામગીરીમાં બેલીમ પરિવારના બાળકોથી લઈને ઉપર લાયક વ્યક્તિઓ પણ જોડાય છે. જેમાં સતાર બેલીમની ઉંમર 85 વર્ષ ઉપર થઈ હોવા છતાં હજુ પણ તેઓ પતંગ બનાવવાનું કામ કરી રહ્યા છે.

બેલીમ પરિવારમાં કોઈએ વધુ અભ્યાસ કર્યો નથી. પણ તેઓ પતંગ બનાવવાના એટલા માહિર છે કે તેમના પતંગો તમામ સ્થળો પર વખણાય છે. માટે જ ગ્રાહકો પણ તેમની કામગીરીથી આકર્ષાઈને એક બે કે ત્રણ વર્ષ નહી પણ 30 વર્ષથી પતંગ અને દોરીની ખરીદી કરે છે. એટલું જ નહી પણ જોધપુરથી આવેલો બેલીમ પરિવાર માત્ર બે મહિના જ નહી પણ 12 માસ સુધી પતંગ બનાવવાનું કામ કરે છે. જેમાં ગુજરાતમાં 14 જાન્યુઆરીએ ઉતરાયણ પર્વ હોવાથી બે મહિનાથી અમદાવાદમાં આવી કામ શરૂ કરે છે. જે બાદ રાજસ્થાનમાં પર્વ આવતો હોવાથી રાજસ્થાન જઈને કામ કરે છે. અને બાદમાં જોધપુર અને દિલ્હીના પર્વને ઘ્યાને રાખીને જોધપુર જઈને પતંગ બનાવવાનું કામ કરે છે. જેઓ પાંચ પેપરમાંથી 15 જાતની અલગ અલગ પતંગ બનાવે છે. જે અન્ય પતંગ કરતા હટકે હોય છે.

એટલું જ નહી પણ જોધપુરથી આવેલા આ પરિવારની કામગીરીમાં હિન્દુ મુસ્લીમ વચ્ચે એકતાનો પણ સંદેશો પુરો પાડે છે. કેમ કે મુસ્લિમ પતંગ બનાવે છે. અને તમામ લોકો આ પર્વ ઉજવે છે. તેમજ ત્રીવેણી સંગમની પણ વ્યાખ્યા પુરી પાડે છે. કેમ કે પરિવાર જોધપુરનો છે જયારે પતંગનુ પેપર હૈદરાબાદથી આવે છે. અને પતંગના વાંસ કલકતાથી આવે છે. અને આમ ત્રણ શહેરની વસ્તુ અને કારીગરી મળીને પતંગ તૈયાર થાય છે. ત્યારે પતંગ રસિયાઓ પણ રાહ જોઈ રહ્યા છે કે કયારે ઉતરાયણ આવે અને તેઓ ઉતરાયણ પર્વની અને તેમાં પણ જોધપુરી પતંગની મજા માણી શકે.

આ પણ વાંચો : CCTV કેમેરાથી લઈને ડીઝલ પંપ સુધી 17 પાર્ટીઓને નવા ચૂંટણી ચિન્હ મળ્યા છે, આ પાર્ટીઓ 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati