કોરોનાને લઈને, અમદાવાદથી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ 21 જૂલાઈ સુધી રદ

કોરોનાની મહામારીને લઈને, અમદાવાદથી વિદેશ આવતી અને જતી એર ઈન્ડિયાની ( Air India ) કેટલીક ઈન્ટરનેશનલ ફ્લાઈટ 21 જુલાઈ સુધી રદ કરી દેવાઈ છે. તો અમદાવાદથી દેશના વિભિન્ન શહેરોને હવાઈ માર્ગે જોડતી, એલાયન્સ એરની (Alliance Air) ડોમેસ્ટીક ફ્લાઈટ 30મી જૂન સુધી રદ કરવાનો નિર્ણય કરાયો છે.

કોરોનાને લઈને, અમદાવાદથી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ 21 જૂલાઈ સુધી રદ
કોરોનાને લઈને, અમદાવાદથી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ 21 જૂલાઈ સુધી રદ

અમદાવાદથી દેશના વિભિન્ન શહેરમાં જતી એર ઈન્ડિયા ( Air India ) અને એલાયન્સ એરની (Alliance Air) ડોમેસ્ટીક અને વિદેશ જતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ કોરોના મહામારીને લઈને રદ કરવામાં આવી છે. અમદાવાદથી લંડન જતી, એર ઈન્ડિયાની ફ્લાઈટ 30 જૂન સુધી, નૈરોબી જતી ફ્લાઈટ 21 જૂલાઈ સુધી, મસ્કત જતી ફ્લાઈટ 30 જૂન સુધી રદ કરી દેવામાં આવી છે. તો કુવેત જતી ફ્લાઈટ 29 જૂન સુધી રદ કરવામાં આવી છે.

એલાયન્સ એરની નાસિક-અમદાવાદ અને અમદાવાદ-કંડલા વચ્ચેની આવતી જતી ફ્લાઈટ આગામી 30 જૂન સુધી રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફ્લાઈટ સપ્તાહના છ દિવસ અમદાવાદથી આવ જા કરતી રહે છે. તો એલાયન્સ એરની નાસિક અને અમદાવાદ વચ્ચેની ફ્લાઈટ પણ આગામી 30મી જૂન સુધી રદબાતલ કરવામાં આવી છે.

21 જુલાઈ સુધી ફ્લાઈટ રદ

 

29 જૂન સુધી ફ્લાઈટ રદ

30 જૂન સુધી ફ્લાઈટ રદ

એલાયન્સ એરલાઈન્સની ફ્લાઈટ

30 જૂન સુધી રદ

ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોનાની મહામારીને કારણે વિમાની સેવા પ્રભાવિત થયેલી છે. સરકારી અને ખાનગી વિમાની સેવાઓએ તેમની ફ્લાઈટ રદ કરી અથવા તો તેની સંખ્યા ઘટાડી દીધી છે. સાથોસાથ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા સાથે જયા વધુ મુસાફરોનો ઘસારો રહે છે તેવા મહત્વના દેશ અને શહેરમાં પણ મર્યાદીત વિમાની સેવા શરૂ કરાયેલ છે.

કોરોનાને લઈને, સોશિયલ ડિસ્ટન્સના ચુસ્ત પાલન સાથે શરૂ કરાયેલ ડોમેસ્ટીક વિમાની સેવાને કેટલીક ખાનગી વિમાની કંપનીઓએ તેમના ઉડ્ડયન મર્યાદીત કરી દેવાયા છે. તો એર ઈન્ડિયા જેવી સરકારી વિમાની સેવા, મર્યાદીત દેશમાં હાલ સાવચેતીપૂર્વક ઉડ્ડયન કરવામાં આવે છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati