અમદાવાદ જિલ્લાના ધોળકાના મામલતદાર હાર્દિક ડામોરને રૂપિયા 25 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

હાર્દિક ડામોર નામના આ મામલતદાર છે જેમણે લાંચની માંગણી કરી હતી. જમીન વિવાદ કેસનો ઉકેલ લાવવા માટે તેમણે 70 લાખ રૂ.ની માંગણી કરી હતી.

Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 20, 2021 | 7:45 PM

અમદાવાદ જિલ્લાના ધોળકાના મામલતદાર રૂપિયા 25 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જેમના પર એસીબીએ કાર્યવાહી કરી હતી. ત્યારે તેઓ રંગેહાથ ઝડપાયા હતા. હાર્દિક ડામોર નામના આ મામલતદાર છે, જેમણે લાંચની માંગણી કરી હતી. જમીન વિવાદ કેસનો ઉકેલ લાવવા માટે તેમણે 70 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આખરે સોદો 25 લાખ રૂપિયામાં નક્કી થયો હતો. ત્યારે પૈસાની લેતી દેતી સમયે ફરિયાદના આધારે એસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મામલતદાર હાર્દિક ડામોર લાંચ લેતા ઝડપાયો હતો. તેની સાથે 2 વ્યકિતઓ પણ ઝડપાયા હતાં. તેમની પણ પૂછપરછ કરાઈ હતી. સાથે જ મામલતદારના ઘર અને ઓફિસમાં એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

 

 

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ: ભાજપ CM પદના ચહેરા વગર ઉતરશે ચૂંટણીના જંગમાં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">