Cyclone Tauktae in Ahmedabad: અમદાવાદમાં ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં ધીમે ધીમે 'તાઉ તે'ની અસર જોર પકડી રહી છે. વાવાઝોડા તાઉ'તે વધુ મજબૂત થઈને એક્સ્ટ્રીમલી સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: May 17, 2021 | 10:55 PM

Cyclone Tauktae in Ahmedabad: અમદાવાદ શહેરમાં ધીમે ધીમે ‘તાઉ તે’ની અસર જોર પકડી રહી છે. વાવાઝોડા તાઉ’તે વધુ મજબૂત થઈને એક્સ્ટ્રીમલી સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. શહેરના જીવરાજ પાર્ક, શ્યામલ, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

 

 

તાઉ તે’ વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડું ત્રાટક્યું છે. આગામી બે કલાકમાં  લેન્ડફોલની પ્રક્રિયા થશે. વાવાઝોડાના બાહ્ય વાદળો સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે, જેને લઈને ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. 155થી 175 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફુંકાશે અને વાવાઝોડાથી અમદાવાદ સહિત 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

 

આ પણ વાંચો :  Cyclone Tauktae in Gujarat : તાઉ તેનું તાંડવ, વીજ પોલ માથે પડતાં પાટણમાં એક મહિલાનું મોત

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">