કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ અમિત લવતુકાના (Amit lavatuka) કાર્યક્રમમાં નેતાઓ કોરોના નિયમો ભુલીને ભીડ કરતા જોવા મળ્યા હતા.આ કાર્યક્રમમાં કાર્યકરો અને નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો (Social Distance)સત્યાનાશ કરતા જોવા મળ્યા હતા.
કોરોના કાળમાં નેતાઓ ભાન ભુલીને અનેક વાર જોવા મળ્યા છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad)પણ કોગ્રેસનાં નેતાઓએ કોરોના નિયમોનો ભંગ કરીને મોટી માત્રામાં ભીડ કરતા જોવા મળ્યા હતા. જો કે, કોરોના નિયમોનો ભંગ કર્યા બાદ પ્રમુખને પોતાની ભુલ સમજાતા ભુલને સ્વીકારી હતી.
મહત્વનું છે કે, આરોગ્ય નિષ્ણાંત દ્વારા આગામી ઓગસ્ટ અને સપ્ટેમબરમાં કોરોનાની ત્રીજી લહેરની(Third Wave) આશંકા વ્યક્ત કરી છે. ત્યારે આ પ્રકારની ઉજવણી કોરોનાને આમંત્રણ આપતી હોય, તેવું લાગી રહ્યું છે.
રાષ્ટ્રીય સેવાસંઘ દળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે,”આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ ગ્રામ્ય વિસ્તારોના લોકોએ ઉત્સાહમાં આવીને ક્યાંક નિયમોના પાલનમાં ચુક રહી હતી. પરંતુ દરેક કાર્યક્રમમાં શિસ્ત અને નિયમોનું પાલન થવું જોઈએ.”