GTUમાં કોરોના વિસ્ફોટ, કુલપતિ, રજીસ્ટ્રાર સહીત 10ને કોરોના

IIMના ટુંકા નામે ઓળખાતા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ  મેનેજમેન્ટમાં, જે રીતે કોરોના વિસ્ફોટ થયો છે તે જ પ્રકારે,  ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU)માં કોરોનાનો વિસ્ફોટ થયો છે.

| Updated on: Mar 30, 2021 | 2:04 PM

IIMના ટુંકા નામે ઓળખાતા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ  મેનેજમેન્ટમાં, જે રીતે કોરોના વિસ્ફોટ થયો છે તે જ પ્રકારે,  ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU)માં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ જીટીયુના વિદ્યાર્થીઓમાં નહી પણ કર્મચારીઓમાં થયો છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠનો કોરોના ટેસ્ટીગ રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. તો ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર કે. એન. ખેર ને પણ કોરોના થયો છે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી(GTU) ના કુલપતિ અને રજીસ્ટ્રાર સહીત કુલ 10 જેટલા કર્મચારીઓને કોરોના થતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કેમ્પસમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર સહીત કર્મચારીઓને કોરોના થતા, ટેકનોલોજી યુનિવર્સિટીમાં શૈક્ષણિક કામ ઉપર અસર વર્તાઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">