આધાર કાર્ડ માટે સંપૂર્ણ દિવ્યાંગોએ ક્યાંય જવું નહીં પડે, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ઘરે જઈને આધાર કાર્ડ કાઢી આપશે

અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ, દેત્રોજ, ધોળકા અને દસ્ક્રોઈ તાઉકામાં ખાસ સર્વે કરીને મહત્તમ દિવ્યાંગતા ધરાવતા લોકોને શોધી કઢાયા છે. આવા ૪૬ લોકોની યાદી બનાવી ખાસ ટીમોને કામગીરી સોંપવામાં આવી છે.

આધાર કાર્ડ માટે સંપૂર્ણ દિવ્યાંગોએ ક્યાંય જવું નહીં પડે, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ઘરે જઈને આધાર કાર્ડ કાઢી આપશે
Symbolic image Image Credit source: File Photo
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 01, 2022 | 3:48 PM

અમદાવાદ (Ahmedabad) જિલ્લા વહીવટી તંત્રએ અત્યંત સંવેદનશીલ અભિગમ અપનાવીને જિલ્લામાં દિવ્યાંગ લોકો ને ઘરે જઈને ‘આધાર કાર્ડ’  (Aadhar card) કાઢી આપવાની ઝુંબેશ હાધ ધરી છે. ઘરની બહાર નીકળવા પણ અસમર્થ એવા સંપૂર્ણ 14 દિવ્યાંગ લોકોને ઘરે જઈને આધાર કાર્ડની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ‘લોદરીયાળ ગામના માત્ર 6 વર્ષીય મનોદિવ્યાંગ અમીતનું આધાર કાર્ડ કાઢવાની પ્રક્રિયા લગભગ 1 કલાક ચાલી. અસામાન્ય સંજોગોના કારણે આ પ્રક્રિયા 10 કલાક ચાલે છે. 6 વર્ષનો અમીત 75% મનોદિવ્યાંગતા અને અન્ય અંગોમાં 90 % દિવ્યાંગતા ધરાવે છે. ‘આધાર કાર્ડ’ બનાવવાની પ્રક્રિયામાં ફીંગર પ્રિન્ટની સાથે આંખના રેટીનાનું સ્ક્રિનીંગ કરવુ પડતું હોય છે. મનોદિવ્યાંગતાના કારણે નાનુ બાળક ન સ્થિર બેસી શકે કે ન તેની માનસિકતા હોય! ત્યારે આવા સ્ક્રિનીંગ માટે લગભગ 1 કલાક સમય નીકળી જાય તે સ્વાભાવિક છે. આજ રીતે 90 % મનોદિવ્યાંગત ધરાવતા અણદેજ ગામના 14 વર્ષીય નઝીર ખોખર અને જીવણપુરા ગામની જાસલ મકવાણાને પણ આજ રીતે આધારકાર્ડ ઘરે જઈને આપવાની પ્રક્રિયા પુર્ણ કરાઈ છે.

અમદાવાદ ‘જિલ્લા વહીવટી તંત્રએ અત્યંત સંવેદનશીલ અભિગમ અપનાવીને જિલ્લામાં દિવ્યાંગ લોકો ને ઘરે જઈને ‘આધાર કાર્ડ’ કાઢી આપવાની ઝુંબેશ હાધ ધરી છે. આ અંગે વાત કરતા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે જણાવ્યું કે ‘તાજેતરમાં અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની એક દિવ્યાંગ બાળકીને એક ખાનગી બેંક દ્વારા આધાર કાર્ડ આપવાનો ઈન્કાર કરાયો હતો તેને પગલે જિલ્લા વહીવટી તંત્રએ દિવ્યાંગ બાળકીના ઘરે ટીમ મોકલી આધર કાર્ડ ફાળવી આપવા તંત્ર દોડતું કર્યું હતું. આ અભિગમને આગળ વધારતા જિલ્લા ના સંપુર્ણ દિવ્યાંગ લોકોને ઘરે જઈને આધારકાર્ડ કાઢી આપવાની કવાયત હાથ ધરી છે. જે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા કે સમાન્ય હલનચલન પણ નથી કરી શકતા તેવા લોકોને કોઈ પણ સરકારી કાર્ડ કે અન્ય પ્રક્રિયા માટે બહાર ન જવું પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ આ ઝુંબેશ હાથ ધરી છે.’ એમ જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ, દેત્રોજ, ધોળકા અને દસ્ક્રોઈ તાઉકામાં ખાસ સર્વે કરીને મહત્તમ દિવ્યાંગતા ધરાવતા લોકોને શોધી કઢાયા છે. આવા ૪૬ લોકોની યાદી બનાવી ખાસ ટીમોને કામગીરી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ 46 પૈકી 14 લોકોની તેમના ઘરે જઈને આધારકાર્ડ આપવાની પ્રાથમિક પ્રક્રિયા પુર્ણ કરી દેવાઈ છે. થોડાક સમયમાં તેમને કાર્ડ પણ મળી જશે. સાથે સાથે બાકી રહેલા લોકોને પ્ણ સત્વરે આ ઝુંબેશમાં આવરી લેવાશે. જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય માનવીની જેમ દિવ્યાંગ જનોને પણ બધા અધિકાર છે. દિવ્યાંગજનો સમાજ વ્યવસ્થાનો એક એવો હિસ્સો છે કે જેની માવજત થવી જોઈએ. ઘરની બહાર નીકળવા પણ અસમર્થ એવા સંપૂર્ણ દિવ્યાંગ 14 લોકોને ઘરે જઈને આધાર કાર્ડની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્રએ હાથ ધરી છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">