Jagannath Rath Yatra LIVE: મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં હસ્તે થઈ પહિંદ વિધિ, જાણો વિધિ સાથે જોડાયેલો ઈતિહાસ

CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદ વિધિ કરી હતી. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jul 12, 2021 | 10:19 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી હતી. CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદ વિધિ કરી હતી. ત્યારે જાણો કે પહિંદ વિધિ કેમ કરવામાં આવે છે અને તેના પાછળનો ઈતિહાસ શું છે.

રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.

 

આ પણ વાંચો:  Rath Yatra LIVE : રથ ખેંચનારા ખલાસીઓ પણ રથયાત્રાને લઈને ઉત્સાહિત

 

આ પણ વાંચો: Rath Yatra LIVE : ભગવાનને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા, થોડી જ વારમાં નાથ નીકળશે નગરચર્યાએ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati