AHMEDABAD : બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ પહેલાના ડાયગ્નોસીસ માટે ચેન્નઈ નહીં જવું પડે, અમદાવાદમાં જ થશે ડાયગ્નોસીસ

Diagnosis in ahmedabad : સેન્ટરનો દાવો છે કે બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે શહેર કે ગુજરાતમાં કોઈ સેન્ટર નથી. તેમજ બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટની ડિમાન્ડ પણ વધી છે. જેથી આવા સેન્ટરની જરૂર હોવાથી તેમણે આ સેન્ટર શરૂ કર્યું છે. જ્યા બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રિ અને પોસ્ટ બનેડાયગ્નોસીસ કરવામાં આવશે.

AHMEDABAD : બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ પહેલાના ડાયગ્નોસીસ માટે ચેન્નઈ નહીં જવું પડે, અમદાવાદમાં જ થશે ડાયગ્નોસીસ
Children do not have to go to Chennai for diagnosis before liver transplant, diagnosis will be done in Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 25, 2021 | 2:39 PM

AHMEDABAD : બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ (liver transplant)કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર છે. આવા લોકોએ હવે ડાયગ્નોસીસ (diagnosis) માટે ચેન્નઈ નહીં જવું પડે. અમદાવાદમાં જ થશે ડાયગ્નોસીસ.આ અમે નહિ પણ આજે સતાધાર પાસે શરૂ કરવામાં આવેલ એક ખાનગી ડાયગ્નોસીસ સેન્ટર દ્વારા દાવો કરાયો છે. સેન્ટરનો દાવો છે કે બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે શહેર કે ગુજરાતમાં કોઈ સેન્ટર નથી. તેમજ બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટની ડિમાન્ડ પણ વધી છે. જેથી આવા સેન્ટરની જરૂર હોવાથી તેમણે આ સેન્ટર શરૂ કર્યું છે. જ્યા બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રિ અને પોસ્ટ બનેડાયગ્નોસીસ કરવામાં આવશે. જેથી દર્દી અને તેના પરિવારે ચેન્નાઇ સુધી લાંબા ન થવું પડે અને તેમનો સમય પણ બચે અને બાળકને શરીરમાં અન્ય નુકશાન પણ ન થાય.

અમદાવાદમાં સતાધાર પાસે શરૂ થયું લીવર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સતાધાર પાસે મેપલ ટ્રેડ સેન્ટર ખાતે રેલા હોસ્પિટલ (Rela Hospital) દ્વારા પીડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરની આજ 25 જુલાઈ થી શરૂઆત કરાઈ છે. રેલા સંસ્સ્થા ટ્રાન્સપ્લાન્ટમાં બીજા નંબરે માનવામાં આવી રહી છે. સેન્ટરના ડોકટરનો દાવો છે કે બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ (liver transplant) કરવા ગુજરાતમાં કોઈ હોસ્પિટલ કે સેન્ટર નથી. તેમનું આ પ્રથમ સેન્ટર છે. જ્યાં ડાયગ્નોસીસ (diagnosis) કરી બાળકને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા ચેન્નઈ મોકલાશે. તેમજ હાલના સમયમાં ભારતમાં 12 હજાર ઉપર લોકો બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા ઈચ્છી રહ્યા છે, પણ સેન્ટરના અભાવના કારણે શક્ય ન બનતા માત્ર 250 લોકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યાનું ડોક્ટરે નિવેદન આપ્યું હતું.

સેન્ટર પર દર્દીઓને આ સુવિધા આપશે સેન્ટર શરૂ કરવાની સાથે સેન્ટર દ્વારા લીવર એર લિફ્ટ કરી પ્રક્રિયા કરવા સહિત, દર્દી અને તેમના પરિવારને એરપોર્ટ કે રેલવે પર તેઓને લઈ જવા માટે અને મુકવા માટે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા કરી આપવમાં આવશે તેવું જણાવ્યું. તો જરૂર પડે ત્યાં રોબોટિક પદ્ધતિનો પણ ઉપયોગ કરાશે તેવું પણ ડોક્ટરે જણાવ્યું.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મહત્વનું છે કે ટ્રાન્સપ્લાન્ટ કરવા પહેલા 8 સપ્તાહ જેટલો પ્રોસેસ નો સમય લાગે જે બાદમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ બાળકને કોઈ રીએકશન કે અન્ય કોઈ પ્રોબ્લમ થાય છે કે કેમ તેનું ડાયજ્ઞોસીસ પણ કરાય છે. જે બને પ્રક્રિયા અમદાવાદ ખાતેના સેન્ટર પર થશે. માત્ર ડાયજ્ઞોસીસ કર્યા બાદ ચેનઈ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા દર્દીને મોકલાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">