AHMEDABAD : ગટરના ઢાંકાણા તૂટવાની ફરિયાદના નિવારણ માટે AMCએ લીધો આ નિર્ણય

સમગ્ર મામલો સામે આવતા અને આક્ષેપ થતા AMC દ્વારા દરેક ઝોન માંથી 40 ઉપર વિવિધ ક્ષમતા ધરાવતા ગટરના ઢાંકણાના અલગ અલગ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવામાં આવ્યાં હતા.

AHMEDABAD : ગટરના ઢાંકાણા તૂટવાની ફરિયાદના નિવારણ માટે  AMCએ લીધો આ નિર્ણય
Catchpit lids with capacity as per the requirement of the road will now be use in ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 23, 2021 | 10:54 PM

AHMEDABAD : ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જેમ વરસાદી પાણી ધોવાય તેમ રસ્તા ધોવાયા સાથે જ ગટરના ઢાંકણા પણ અસંખ્ય તૂટ્યા. જેને લઈને હલકી ગુણવતામાં ઢાંકણાનો ઉપયોગ થયાના આક્ષેપ અમદાવાદ મહાનગરપાલિકા પર લાગ્યા. તો બે AMC ના બે વિભાગ સમગ્ર મામલે સામ સામે આવી ગયા. જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઢાંકણાઓના રિપોર્ટ કરાવવામાં આવ્યાં. જે રિપોર્ટ આજે આવ્યાં છે. રિપોર્ટમાં ઢાંકણા યોગ્ય ક્વોલિટીના હોવાનું સામે આવ્યું. જેનાથી AMCએ રાહતનો શ્વાસ લીધો.

જોકે રિપોર્ટ યોગ્ય આવ્યો અને ઢાંકણા તૂટ્યા તે મામલે વોટર એન્ડ સુએજ કમિટીએ કારણ આપતા જણાવ્યું કે જે રસ્તા પર જેટલી ક્ષમતાના ઢાંકણાની જરૂર છે તેનો ઉપયોગ નહિ થતા આ ઘટનાઓ બની છે. જે ઘટના ફરી ન બને માટે વોટર એન્ડ સુએજ કમિટી બેઠકમાં રસ્તાની જરૂરિયાત પ્રમાણે ગટરના ઢાંકણા ફિટ કરવા સૂચનો કરાયા.તેમજ કમિટીમાં 5 ટન ક્ષમતા ધરાવતા ગટરના ઢાંકણાનો ઉપયોગ બંધ કરી હવે માત્ર 10 થી 40 ટન ક્ષમતા ધરાવતા ગટરના ઢાંકણાનો ઉપયોગ કરવા નિર્ણય કરાયો છે.

મહત્વનું છે કે સમગ્ર મામલો સામે આવતા અને આક્ષેપ થતા AMC દ્વારા દરેક ઝોન માંથી 40 ઉપર વિવિધ ક્ષમતા ધરાવતા ગટરના ઢાંકણાના અલગ અલગ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવામાં આવ્યાં . જેમાં શંકા હતી કે રિપોર્ટ અયોગ્ય આવશે. જોકે રિપોર્ટ યોગ્ય આવતા AMCએ રાહતનો શ્વાસ લીધો. જોકે હવે ફરી આવી ઘટના ન બને માટે આગોતરું આયોજન કરી વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેને સૂચન કર્યું છે. જેમાં ચેરમેન દ્વારા સૂચન કરાયુ કે રસ્તાની જરૂરિયાત પ્રમાણે જ ગટરના ઢાંકણાનો ઉપયોગ કરવો. જેથી ફરી આ પ્રકારની ઘટનાં ન બને. સાથે જ કમિટીમાં ચોમાસા દરમિયાન સર્જાતી સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

કમિટીની બેઠક દરમિયાન જે પહેલાંના સમયમાં ગટર લાઈનમાં એર પાઇપ મુકવામાં આવતા જેનાથી એર બહાર નીકળી જાય અને ગટરમાં એર ભરાઈ ન રહી ભુવા પડતા હતા તે પડે તેની પણ ચર્ચા કરાઈ. કેમ કે પહેલા રો હાઉસ જેવા મકાનો હતા. પણ હવે ઇમારતો બનતા એર પાઇપ મારફતે લોકોને દુર્ગંધ આવતા તે કોન્સેપ્ટ બંધ કરાયો હતો. જોકે જે રીતે છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસા દરમિયાન અને ચોમાસા વગર શહેરમાં ભુવા પડી રહ્યા છે, તેને રોકવા માટે એક આયોજન કરવું જરૂરી છે. કેમ કે તેમાં અયોગ્ય પાઇપ જોડાણ પણ એક કારણ જવાબદાર મનાઈ રહ્યું છે. જેથી અયોગ્ય પાઇપ જોડાણ અંગે ધ્યાન અપાઈ રહ્યું છે તેવો AMCનો દાવો છે.

આ પણ વાંચો : પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે ઓખા – મુંબઈ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનમાં સુવિધાઓ વિશે મુસાફરોનો પ્રતિભાવ જાણ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">