Botad Tragedy : AMOS કંપનીના સંચાલકોએ હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પરત ખેંચી

બોટાદમાં થયેલા(Botad Tragedy) ઝેરી દારૂકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આરોપીઓના વકીલને ટકોર કરી કે "બંદૂકનું લાયસન્સ હોય અને નોકર નામું કરી નોકરને બંદૂક આપો તો નોકરે કરેલા ખોટા કામ માટે શું તમે જવાબદારીમાંથી છટકી શકો?" ,

Botad Tragedy : AMOS કંપનીના સંચાલકોએ હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પરત ખેંચી
Image Credit source: ફાઇલ તસવીર
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Aug 03, 2022 | 4:45 PM

ગુજરાતના (Gujarat) બોટાદમાં થયેલા ઝેરી દારૂકાંડના (Botad  Tragedy) વિવાદ મામલે AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ગુજરાત હાઇકોર્ટમાં(Highcourt) કરેલી આગોતરા અરજી હાઈ કોર્ટે હાલના તબક્કે સ્વીકારવાનો ઈનકાર કરતા આરોપીઓએ અરજી પરત ખેંચી લીધી છે.આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે હાઇકોર્ટની પરવાનગી માંગી છે જેની હાઇકોર્ટે સેશન્સ કોર્ટમાં અરજી કરવા આરોપીઓને છૂટ આપી. સેશન્સ કોર્ટમાં અરજી કર્યા બાદ 7 દિવસમાં અરજી પર સેશન્સ કોર્ટે નિર્ણય લેવાનો રહેશે. આ સાથે મીડિયાના રિપોર્ટ્સ અને દબાણના કારણે યોગ્ય ન્યાય માટેની તક નહીં મળે એવી આરોપીઓની હાઇકોર્ટ માં દલીલ હતી પરંતુ આરોપી તરફી તમામ દલીલોને હાઇકોર્ટે ફગાવી દીધી છે

બોટાદમાં થયેલા ઝેરી દારૂકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આરોપીઓના વકીલને ટકોર કરી કે “બંદૂકનું લાયસન્સ હોય અને નોકર નામું કરી નોકરને બંદૂક આપો તો નોકરે કરેલા ખોટા કામ માટે શું તમે જવાબદારીમાંથી છટકી શકો?” ,આ સાથે કોર્ટે તે પણ ઉમેર્યું કે મિથેનોલ માટેના લાયસન્સ ની આકરી શરતો હોય છે અને આ સમગ્ર બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી છે. હાઇકોર્ટ ની આજની સુનાવણીમાં SIT નાં તમામ તપાસ અધિકારી અને SMCના વડા નિર્લિપ્ત રાય પણ હાજર રહ્યા હતા.

AMOSના ડાયરેક્ટર વિરુદ્ધ નોટિસ

મિથાઈલ આલ્કોહોલ કાંડ માટે પોલીસે ઉદ્યોગપતિ અને AMOS કંપનીના મેનેજીંગ સમીર પટેલ તથા તેમની કંપનીના ત્રણ ડાયરેક્ટર પંકજ પટેલ, ચંદુ પટેલ અને રજીત ચોક્સીને લુક આઉટ નોટિસ ફટકારી હતી. દેશ છોડીને ભાગી ન જાય તે હેતુથી લુકઆઉટ નોટિસ જાહેર કરી આ કાર્યવાહી આરંભી છે અને દેશના તમામ એરપોર્ટ પર આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. તો બરવાળા પોલીસ સ્ટેશનમાં સમીર પટેલ સહિત ચારેય ડાયરેક્ટરોને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતું. પરંતુ સમીર પટેલ ચારેય ડાયરેક્ટરો સાથે ઉપસ્થિત રહ્યા ન હતા. કાર્યવાહીથી બચવા આ મહાનુભાવો આગોતરા જામીન ન મળે ત્યાં સુધી દેશ છોડી ભાગી શકે છે, કે પછી ગુપ્ત સ્થળે છુપાઈ શકે તેવી પોલીસને શંકા છે. પરિણામે અગમચેતીના ભાગરૂપે એક તરફ લુકઆઉટ નોટિસ જાહેર કરેલી છે. સવારથી જ ચારેય ડાયરેક્ટરના ઘરોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

મહત્વનું છે કે, અમદાવાદમાં AMOS કંપનીના માલિક સમીર પટેલના ઘર અને ઓફિસ પર પોલીસની 10 ટીમો ત્રાટકી છે. વહેલી સવારથી જ સમીર પટેલ સહિતના ડિરેક્ટરના ઘરે સર્ચ કરાયું હતું. જો કે સમીર પટેલ ઘરે ન મળતા પોલીસે પરિવારની પૂછપરછ સમન્સ પાઠવ્યું હતુ. તો ડિરેક્ટર રજત ચોકસી ઘર બંધ કરી ફરાર થઇ જતા તેના ઘર બહાર નોટિસ લગાવવામાં આવી હતી. તો ડિરેક્ટર પંકજ પટેલ અને ચંદુ પટેલને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">