AHMEDABAD : અમદાવાદમાં કોરોનાના 6, જ્યારે માત્ર આંબલીમાં જ 7 કેસ, ભાજપના જ કોર્પોરેટરે આંકડાઓમાં ગોલમાલનો ફોડ્યો ભાંડો

થલતેજના કોર્પોરેટર સમીર પટેલ વાઇરલ કરેલા મેસેજથી આકડાના ગોટાળા સામે આવ્યા છે. શહેરના એક ઝોનમા 7 કેસ હોય તો અન્ય ઝોનના કેસ કેટલા કેસ એ મોટો સવાલ છે.  કોર્પોરેટર સમીર પટેલ વાઇરલ કરેલા મેસેજથી સરકાર અને કોર્પોરેશન દ્વારા આડેધડ આંકડા જાહેર કરાતા હોવાના પુરાવા આપ્યા છે.

AHMEDABAD : અમદાવાદમાં કોરોનાના 6, જ્યારે માત્ર આંબલીમાં જ 7 કેસ, ભાજપના જ કોર્પોરેટરે આંકડાઓમાં ગોલમાલનો ફોડ્યો ભાંડો
BJP corporator Sameer Patel alleged discrepancies in Ahmedabad's Corona figures
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 6:52 AM

AHMEDABAD : અમદાવાદ મહાનગરપાલિકાના થલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર સમીર પટેલે અમદાવાદના કોરોનાના આંકડાઓ અને સરકારી આંકડાઓમાં વિસંગતતાના આરોપો લગાવ્યા છે. તારીખ 17 જુલાઈના રોજ સરકારે દૈનિક કોરોના કેસોની યાદીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 6 નવા કેસ જાહેર કર્યા, જયારે કોર્પોરેટર સમીર પટેલના વાયરલ થયેલા મેસેજ મુજબ 17 જુલાઈના રોજ અમદાવાદ કોર્પોરેશનના એક જ ઝોનમા નોર્થ વેસ્ટ ઝોનમાં જ માત્ર 7 કેસ હતા.સમીર પટેલે માત્ર આંબલીમાં જ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના 7 કેસ હોવાના મેસેજ વાઇરલ કર્યા છે. થલતેજના કોર્પોરેટર સમીર પટેલ વાઇરલ કરેલા મેસેજથી આકડાના ગોટાળા સામે આવ્યા છે. શહેરના એક ઝોનમા 7 કેસ હોય તો અન્ય ઝોનના કેસ કેટલા કેસ એ મોટો સવાલ છે.  કોર્પોરેટર સમીર પટેલ વાઇરલ કરેલા મેસેજથી સરકાર અને કોર્પોરેશન દ્વારા આડેધડ આંકડા જાહેર કરાતા હોવાના પુરાવા આપ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">