Big News : માધવપુરા બેંકના એક હજાર કરોડના કૌભાંડના ભાગેડુ આરોપી દેવેન્દ્ર પંડ્યાની મુંબઈથી ધરપકડ કરાઈ

માધવપુરા બેંકના એક હજાર કરોડના કાંડ મામલે ભાગેડુ માધવપુરા બેંકના MD દેવેન્દ્ર પંડ્યાની મુંબઈથી ધરપકડ કરાઈ છે. 85 વર્ષીય આરોપી દેવેન્દ્ર પંડ્યા જામીન પર મુક્ત થયા બાદ 10 વર્ષથી ફરાર હતા..જેમાં સીઆઇડી ક્રાઇમએ વધુ એક ગુનામાં દેવેન્દ્ર પંડ્યાની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે

Big News : માધવપુરા બેંકના એક હજાર કરોડના કૌભાંડના ભાગેડુ આરોપી દેવેન્દ્ર પંડ્યાની મુંબઈથી ધરપકડ કરાઈ
Devendra Pandya fugitive accused of Madhavpura Bank scam
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 25, 2023 | 10:21 PM

માધવપુરા બેંકના એક હજાર કરોડના કાંડ મામલે ભાગેડુ માધવપુરા બેંકના MD દેવેન્દ્ર પંડ્યાની મુંબઈથી ધરપકડ કરાઈ છે. 85 વર્ષીય આરોપી દેવેન્દ્ર પંડ્યા જામીન પર મુક્ત થયા બાદ 10 વર્ષથી ફરાર હતા..જેમાં સીઆઇડી ક્રાઇમએ વધુ એક ગુનામાં દેવેન્દ્ર પંડ્યાની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.નોંધનીય છે કે 50 થી વધુ ગુનામાં આ વૃદ્ધ આરોપીની સંડોવણી સામે આવી ચુકી છે.85 વર્ષીય વૃદ્ધ દેવેન્દ્ર પંડ્યાને બેંકના ફ્રોડ કેસમાં સીઆઇડી ક્રાઇમએ ધરપકડ કરી છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કઈ વર્ષ 2001માં માધવપુરા બેંકના રોકાણકારો 1030 કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા હતા.જેમાં MD તરીકે દેવેન્દ્ર પંડ્યા હતા.જે તે સમયે સીઆઇડી ક્રાઇમએ ગુનો નોંધી દેવેન્દ્ર પંડ્યાની ધરપકડ કરી હતી.

વર્ષ 2012માં દેવેન્દ્ર પંડ્યાની શરતી જામીન પર મુક્ત કર્યા હતા

વર્ષ 2012માં દેવેન્દ્ર પંડ્યાની શરતી જામીન પર મુક્ત કર્યા હતા.તાજેતરમાં સીઆઇડી ક્રાઇમ ધ્યાન પર આવ્યું હતું કે આરોપી દેવેન્દ્ર પંડ્યા વોન્ટેડ થયા છે.જેના આધારે દેવેન્દ્ર પંડ્યાની માહિતી આપનાર 25 હજારનું ઇનામની જાહેરાત કરી હતી..તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે દેવેન્દ્ર પંડ્યા મુંબઈની કાંદિવલીમાં રહે છે ત્યાંથી ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી સીઆઇડી ક્રાઇમ સોંપ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બેંકના MD એવા આરોપી વૃદ્ધ દેવેન્દ્ર પંડ્યા સંડોવણી સામે આવી હતી

માધવપુરા બેંકના ઠગાઇ કૌભાંડમાં વર્ષ 2016માં અન્ય ફરિયાદો નોંધાઇ હતી જેમાં બેંકના ચેરમેન સહિત હોદ્દેદારો ગેરકાયદે લોન આપી હતી. જેની આશરે 30 કરોડની રકમમાં ઠગાઇ બેંક સાથે કરાઈ હતી જે કેસમાં પાંચથી છ લોકોની ધરપકડ થઈ ચૂકી હતી જેમાં બેંકના MD એવા આરોપી વૃદ્ધ દેવેન્દ્ર પંડ્યા સંડોવણી સામે આવી હતી..આમ આરોપી દેવેન્દ્ર પંડ્યા સામે 8 જેટલા ગુનામાં વોન્ટેડ હતા.જે તમામ કેસમાં સીઆઇડી ક્રાઇમએ ધરપકડ કરી દેવામાં આવી છે.

રોકાણકારોના  આશરે 1030 કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા

નોંધનીય છે કે વર્ષ 2001માં માધવપુરા મર્ચન્ટાઇલ કો.ઓપરેટીવ બેંકમાંથી ગેરકાયદે રીતે સ્ટોક બ્રોકર કેતન પારેખને કરોડોની લોન આપી હતી..જેમાં લાખો રોકાણકારોના  આશરે 1030 કરોડથી વધુ  રૂપિયા  ડૂબી ગયા હતા.જેની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી.સીઆઇડી ક્રાઇમ કેતન પારેખ સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી.

જેમાં કેતન પારેખ 350 કરોડથી વધુ રકમ ભરવા શરતી જામીન મળી હતી.જે આરોપી કેતન પારેખ એ દસ વર્ષમાં પૈસા ભર્યા હતા બીજી તરફ બેંક દ્વારા ચેરમેન સહિત હોદ્દેદારો સામે 100થી વધુ લેખિત ફરિયાદો કરી હતી.

50 થી વધુ ગુનામાં ધરપકડ કરી જેલ મોકલી આપ્યા હતા

જેમાં મેનેજિંગ ડિરેકટર દેવેન્દ્ર પંડ્યાની પણ 50 થી વધુ ગુનામાં ધરપકડ કરી જેલ મોકલી આપ્યા હતા..આ પછી દેવેન્દ્ર પંડ્યાને 2012માં જામીન પર મુક્ત કર્યા હતા જે બાદ ફરાર હતા.જેની ફરી એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.આરોપી વૃદ્ધ દેવેન્દ્ર પંડ્યા સામે પોલીસે તપાસ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.જેમાં કોર્ટે રિમાન્ડ ન આપતા દેવેન્દ્ર પંડ્યાને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Republic Day 2023: અશોક ચક્ર અને પરમવીર ચક્ર સહિતના વીરતા પુરસ્કારોનું શું મહત્વ છે? જાણો કોને મળે છે આ સન્માન

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">