રમઝાનનો(Ramadan) મહિનો મુસ્લિમ સમુદાય(Muslim) માટે સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ વર્ષે રમઝાન મહિનો 2 એપ્રિલ, 2022થી શરૂ થશે. રમઝાન મહિનાનો ચાંદ આજે દેખાતા રમઝાન મહિનો 2જી એપ્રિલ 2022થી શરૂ થયો છે અને તે 1લી મે 2022ના રોજ સમાપ્ત થશે. બીજા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવશેઆ આખા મહિનામાં લોકો અલ્લાહની ઈબાદત કરે છે અને રોજા(Roja) રાખે છે. ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખે જણાવ્યું છે કે આજે ચાંદ દેખાયો છે અને અનેક નમાઝીઓએ તેની ગવાહી આપી છે. જેના પગલે આવતી કાલે રમઝાન માસનો પ્રથમ રોજો રહેશે. જ્યારે દિલ્હી જામા મસ્જિદના શાહી ઈમામ અહેમદ બુખારીએ રમઝાનનો ચાંદ જોવાની પુષ્ટિ કરી છે. રમઝાનને ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો ગણવામાં આવે છે. આ આખા મહિના માટે મુસ્લિમો સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા ખોરાક અને પાણી લેતા નથી. ઉપવાસ સિવાય, મુસ્લિમો માટે જરૂરી છે કે તેઓ આ મહિના દરમિયાન તેમના વિચારોમાં શુદ્ધતા રાખે અને તેમની વાતોથી કોઈને નુકસાન ન પહોંચાડે. આ માસ દરમિયાન શરીરની પવિત્રતા માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો રમઝાન કહેવાય છે. રમઝાન એ અરબી શબ્દ અને ઇસ્લામિક મહિનો છે. આ માસને ઉપવાસ માટે વિશેષ બનાવવામાં આવ્યો છે. રોજાને અરબી ભાષામાં સૌમ કહે છે. સૌમનો અર્થ થાય છે રોકાવું, રહેવું એટલે પોતાની જાતને કાબૂમાં રાખવું. ફારસીમાં ઉપવાસને રોજા કહે છે. ભારતના મુસ્લિમ સમુદાય પર વધુ ફારસી પ્રભાવને કારણે, ઉપવાસ શબ્દનો ઉપયોગ માત્ર ફારસી ભાષામાં થાય છે. ચંદ્ર દેખાયા બાદ રમઝાન માસ શરૂ થાય છે. તેમજ આજે ચાંદ દેખાતા પ્રથમ રોજા રવિવારના રોજ પ્રારંભ થશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ખાતરનો ભાવ વધારા અંગે કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો
આ પણ વાંચો : Ahmedabad: અરવિંદ કેજરીવાલની રેલીમાં ભીડ એકત્ર કરવા નાણાં વહેચાયો હોવાના આક્ષેપ સાથે ભાજપે વિડીયો શેર કર્યો