Video : ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપવાના પ્રયાસના કેસમાં મોટો ખુલાસો, પાડોશી યુવકે હુમલો કર્યાનો પીડિતાનો આરોપ

Anand News : પીડિતાએ કહ્યું કે, મકાન ભાડે લીધુ ન હતું. જ્યારે પાડોશીઓના કહેવા પ્રમાણે ઉમરેઠની કાછીયાપોળમાં યુવક અને યુવતી ભાડે રહેવા આવ્યા હતા. તેમજ વહેલી સવારથી યુવક અને યુવતી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો.

Video : ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપવાના પ્રયાસના કેસમાં મોટો ખુલાસો, પાડોશી યુવકે હુમલો કર્યાનો પીડિતાનો આરોપ
પીડિતા અમદાવાદ સિલિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 4:28 PM

 આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળું કાપીને હત્યા કરવાના પ્રયાસમાં નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ પીડિતાએ કહ્યું કે, તેના પાડોશમાં રવિ નામનો યુવક રહે છે તેણે જ કોઈ તિક્ષ્ણ હથિયારના ઘા ગળા પર માર્યા હતા. રવિ નામના યુવકે પાસેથી એક લાખ રૂપિયા અને ઘરેણાં પડાવ્યાનો પણ પીડિતાએ દાવો કર્યો છે. જો કે પીડિતાના નિવેદનમાં કેટલાક વિરોધાભાસ પણ જોવા મળ્યાં.

પીડિતાનો TV9 સાથેની ખાસ વાતચીતમાં ખુલાસો

પીડિતાએ કહ્યું કે, મકાન ભાડે લીધુ ન હતું. જ્યારે પાડોશીઓના કહેવા પ્રમાણે ઉમરેઠની કાછીયાપોળમાં યુવક અને યુવતી ભાડે રહેવા આવ્યા હતા. તેમજ વહેલી સવારથી યુવક અને યુવતી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. પીડિતાએ બીજો દાવો કર્યો હતો કે બાજુમાં જ તેમના પરિવારજનો પણ રહે છે.

જો પરિવાર બાજુમાં જ રહેતો હતો તો પીડિતાએ અલગ મકાન ભાડે કેમ લીધું તે પણ મોટો સવાલ છે. આ યુવતીના વિરોધાભાસી દાવાને જોતા સમગ્ર ઘટનાક્રમમાં કોઈ મોટુ રહસ્ય હોવાની શક્યતા છે. આ કેસમાં યુવતીને ઈજા પહોંચાડનાર રવિ ઝડપાય તે બાદ વધુ ખુલાસા થઈ શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ એક પારિવારિક ઝગડો પણ હોઈ શકે છે.

પીડિતાના નિવેદનોમાં કેટલાક વિરોધાભાસ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ કહ્યું કે ઈજાગ્રસ્ત યુવતી પર હાલ કોઈ જોખમ નથી. નડિયાદ સિવિલથી રિફર કરાયેલી યુવતીને ગળાના ભાગે ઈજા હતી. જેથી યુવતીને ત્વરિત યોગ્ય સારવાર આપવામાં આવી છે. જો કે યુવતી પોતાની સાથે શું બન્યું તેની ચોક્કસ વિગતો જણાવી રહી નથી.

મહત્વનું છે કે,ઉમરેઠના કાછીયાપોળમાં એક દિવસ અગાઉ જ ભાડે રહેવા આવેલા યુવક-યુવતી વચ્ચે જોરદાર ઝઘડો થયો. જેમાં યુવકે યુવતીનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કર્યો. ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી યુવકે યુવતીને બાથરૂમમાં પુરી ફરાર થઇ ગયો. ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીએ બુમાબુમ કરતા રહીશોએ મકાન માલિકને જાણ કરી હતી. મકાન ખોલતા જ યુવતી લોહીલુહાણ હાલતમાં બાથરૂમમાંથી મળી હતી.

મકાન માલિક અને સ્થાનિકોએ મળી યુવતીને હોસ્પિટલ ખસેડી હતી. ઈજા એટલી જોરદાર હતી કે યુવતીને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીના નિવેદન આધારે યુવકની શોધખોળ આદરી છે.

(વિથ ઇનપુટ- જીજ્ઞેશ પટેલ, અમદાવાદ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">