અમદાવાદીઓ સાવધાન ! કોરોનાના કેસ વધતાં આજથી માસ્ક ફરજિયાત, ન પહેરનારે ભરવો પડશે દંડ

ગુજરાતમાં કોરોના (Corona) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ 100 થી ઉપર નોંધાયા છે.

અમદાવાદીઓ સાવધાન ! કોરોનાના કેસ વધતાં આજથી માસ્ક ફરજિયાત, ન પહેરનારે ભરવો પડશે દંડ
Increase Corona cases in Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 12:39 PM

અમદાવાદીઓ(Ahmedabad)  હવે થઈ જાય સાવધાન.કોરોનાના કેસ વધતાં હવે માસ્ક (Mask) પહેરવું ફરજિયાત કરી દેવાયું છે.જાહેર સ્થળો પર જો કોઈ માસ્ક વિના જોવા મળશે તો તેની સામે કોર્પોરેશનની(AMC)  ટીમ દંડનીય કાર્યવાહી કરશે.શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર AMCના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ(Solid west mgt) દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

અલગ-અલગ સ્થળોએ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવશે

કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.કોરોનાની ગાઈડલાઈનનું (Corona Guidelines) પાલન ન કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. AMC આરોગ્ય વિભાગના વડા ડૉ.ભાવિન સોલંકીએ કહ્યું કે, રાજ્યમાં કોરોનાના કેસ (Corona Case) વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન સોમવારથી કરવામાં આવશે. જેના માટે અલગ અલગ ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ કરવામાં આવશે. લોકોને અપીલ છે કે, તેઓ માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ (Corona Test) શરૂ કરવામાં આવ્યું છે. જરૂર પડ્યે આગામી દિવસોમાં પણ અલગ-અલગ સ્થળોએ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવશે.

ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યુ

ગુજરાતમાં કોરોના (Corona) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ 100 થી ઉપર નોંધાયા છે. જેમાં આજે 12 જૂનના રોજ કોરોનાના  નવા 140 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે 79 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે વડોદરા 21,સુરત 11, ગાંધીનગરમાં 05, મહેસાણા 02, કચ્છ 03, રાજકોટ 02, સાબરકાંઠા 03, અમદાવાદ જિલ્લામાં 02, ભાવનગર 02 , ગીર સોમનાથ 02, સુરત જિલ્લામાં 02, ગાંધીનગર જિલ્લામાં 01, ખેડા 01 અને પાટણમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની (Corona Active Case)  સંખ્યા 778 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી દર 99. 04 ટકા થયો છે. તેમજ કોરોનાથી 66 દર્દીઓ સાજા થયા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પહેલા ગુજરાતીઓ પાસેથી માસ્કનો આટલો દંડ વસુલાયો

જો છેલ્લા 2 વર્ષના આંકડાને સમય સાથે સરખાવામાં આવે તો 1 મિનિટમાં 2300 રૂપિયા જેટલો દંડ ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા આ કોરોનાના કપરાકાળમાં ઉઘરાવવામાં આવ્યો છે. એવરેજ જોઈએ તો રોજ 4968 લોકોએ દરરોજ માસ્ક ન પહેરવાને કારણે ફાઈન ભર્યો હતો. સાથે દંડના આંકડા આવતા લોકોએ પણ આરોપ કરી રહ્યા છે કે આ આંકડા ફક્ત જેની નોંધ થઈ એટલે કે પાવતી ફાટી તેના જ છે અન્ય ગણીએ તો આંકડો ડબલ થાય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">