મેમનગર ગામના IOC પેટ્રોલ પંપના કર્મીએ કર્યો આપઘાત, “મદદ કરો મોદી સરકાર”બનાવ્યો હતો અગાઉ વિડીયો.

અમદાવાદના મેમનગર ગામના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના (IOC) પેટ્રોલ પંપ પર પંચરનું કામ કરતાં એક વ્યક્તિએ ગઈકાલે સળગીને આપઘાત કરવાની કોશિશ કરી હતી અને આજે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.

  • Tv9 webdesk41
  • Published On - 17:26 PM, 23 Jan 2021
An IOC petrol pump worker in Memnagar village committed suicide, "Help Modi government" made earlier video

અમદાવાદના મેમનગર ગામના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના (IOC) પેટ્રોલ પંપ પર પંચરનું કામ કરતાં એક વ્યક્તિએ ગઈકાલે સળગીને આપઘાત કરવાની કોશિશ કરી હતી અને આજે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ અગાઉ તેને પેટ્રોલ પંપ માલિક વિરુદ્ધ એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં હિન્દી ભાષામાં “મદદ કરો મોદી સરકાર”થી શરૂઆત કરીને પોતાની વાત આગળ વધારી હતી અને પેટ્રોલ પંપના માલિક દ્વારા હેરાનગતિના આક્ષેપો લગાવ્યા હતા.

 

 

ઘણા વર્ષોથી પંપ પર પંચરનું કામ કરતાં કારીગરે આપઘાત પહેલા પંપ માલિક દ્વારા હેરાન ગતિના આક્ષેપોનો એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તે હિન્દી ભાષામાં બોલતો જણાય છે કે મોદી સરકાર મદદ કરો, પંપના માલિકે તેની પંચરની દુકાનની લાઈટો છેલ્લા એક અઠવાડિયાથી બંધ કરી દીધી છે અને તેને કમ્પ્રેસર હવા પણ આપતા નથી. ત્રણ લાખ ડિપોઝીટ અને 16,650 ભાડું આપવા છતાં પણ હેરાનગતિ કરવામાં આવતી હતી. ત્યારબાદ તેને કંટાળીને આખરે આત્મહત્યાનું પગલું ભર્યું હતું અને આજે સારવાર દરમ્યાન તેને દમ તોડી દીધો હતો.

 

આ પણ વાંચો: 30 જાન્યુઆરી પહેલા કરો આ મહત્વપૂર્ણ કાર્ય, નહીં તો રેશનકાર્ડ રદ થઈ શકે છે