Ahmedabad માં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોર્પોરેશન તંત્ર સજ્જ, હાથ ધરી છે આવી તૈયારી

કોરોનાની  ત્રીજી લહેરને આશંકાને  ધ્યાનમાં રાખી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Ahmedabad માં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોર્પોરેશન તંત્ર સજ્જ, હાથ ધરી છે આવી તૈયારી
Amid fears of a third wave of corona in Ahmedabad corporation has undertaken such preparations (File Photo)

દેશમાં કોરોના(Corona)ની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાત સરકારે રાજ્યના મોટાભાગના જિલ્લામાં તેને પહોંચી વળવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને વધુ સુવિધા ઉભા કરવાનો પ્રયાસ પણ કરી રહી છે. તેવા સમયે અમદાવાદ મહાનગર પાલિકાએ પણ કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે સુવિધા વધારવાની દિશામાં કામ શરૂ કર્યું છે.

જેમાં મહાનગરપાલિકાએ હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે પણ પીસીએ ઑક્સીજન પ્લાન્ટ નાંખવાની કવાયત હાથ ધરી છે . જેમાં આ કોમ્યુનિટી સેન્ટરો ખાતે બેડની સંખ્યામાં પણ વધારવા આવશે. જેમાં , વટવા સીએચસી –30,દાણીલીમડા સીએચસી –30 ,ગોમતીપુર સીએચસી –30,રખિયાલ સીએચસી –30,સરખેજ સીએચસી –30,ચાંદખેડા સીએચસી –30,સાબરમતી સીએચસી –30,નરોડા મુઠીયા સીએચસી –30,વસ્ત્રાલ સીએચસી –30,આઇડી હોસ્પિટલ, બહેરામપુરા –50 જેટલા બેડ રાખવામાં આવશે.

જેના લીધે જે વિસ્તારના નાગરિકને તે જ વિસ્તારમાં કોરોનાની સારવાર મળી શકે અને લોકોને લાંબા સમય સુધી સારવાર મેળવવા માટે રાહ જોવાની પણ જરૂર ના પડે. કોર્પોરેશને આ કામ માટે 11  કરોડનું બજેટ ફાળવ્યું છે.

કોરોનાની  ત્રીજી લહેરને આશંકાને  ધ્યાનમાં રાખી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે 250 અને 500 લીટર કેપેસિટી PSA ઑક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોના બીજી લહેરમાં નાગરિકોને સૌથી વધુ ઓક્સિજનની નહિ મળવાની તકલીફ ભોગવવી પડી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને ઓક્સિજન બેડ માટેની તૈયારીઓ કરી છે. અમદાવાદના અલગ અલગ સીએચસી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને હોસ્પિટલ ખાતે 30 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવશે. જેમાં 250 અને 500 લીટર કેપેસિટી પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

આ  ઉપરાંત ત્રીજી લહેરની  આશંકાને  ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકાએ ઓક્સિજન બેડની સંખ્યા બમણી કરી છે. જેમાં એસવીપી, વીએસ, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં અત્યાર સુધી ઓક્સિજન બેડની કેટેગરીના 1,006 બેડ હતા જેમાં 1,241 બેડનો વધારો કરવા નિર્ણય કર્યો છે. જેના લીધે  નાગરિકોને ઝડપથી બેડ ઉપલબ્ધ  થઈ શકશે.

આ પણ વાંચો : GANDHINAGAR : ભાવિના પટેલને ગુજરાત સરકાર ક્લાસ-1 ઓફિસરની નોકરી આપશે

આ પણ વાંચો : SURAT : નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત

Click on your DTH Provider to Add TV9 Gujarati