31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ, અમદાવાદ અને વલસાડમાં દારૂડિયા ઝડપાયા, અરવલ્લીમાં બે નાયબ મામલતદાર ઝડપાયા

31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ, અમદાવાદ અને વલસાડમાં દારૂડિયા ઝડપાયા, અરવલ્લીમાં બે નાયબ મામલતદાર ઝડપાયા
પ્રતિકાત્મક ફોટો

અરવલ્લીમાં દારૂની મહેફિલ માણતા 2 નાયબ મામલતદાર ઝડપાયા છે. માલપુર અને બાયડના નાયબ મામલતદાર દારૂ પીતા ઝડપાયા હતા. જૈમિન પટેલ અને નિલેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 01, 2022 | 6:27 PM

અમદાવાદમાં 110 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

અમદાવાદમાં 31 ડિસેમ્બરની રાત્રે પોલીસની કડક કાર્યવાહી થઇ હતી. જેમાં દારુ પીધેલા લોકો પર પોલીસે સતત વોચ ગોઠવી હતી. આ અન્વયે દારુ પીને નીકળેલા લોકો વિરૂદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. અમદાવાદ શહેરમાં પોલીસે 110 જેટલા લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડયા છે. દારૂ પીને વાહન ચલાવનાર 150થી વધુ કેસ કરવામાં આવ્યાં છે. સૌથી વધુ સોલા વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં 41 લોકો પકડાયા છે. તો આ સાથે પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 123 જેટલા કેસ નોંધ્યા છે. આ ઉપરાંત, માસ્ક ભંગના 638 અને રાત્રી કર્ફ્યૂના 156 જેટલા કેસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.

વલસાડમાં પણ પોલીસનું 31 ડિસેમ્બરે મેગા સર્ચ ઓપરેશન, અધધ સંખ્યામાં દારૂડિયા ઝડપાયા

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ વલસાડ જિલ્લા પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી.આ ડ્રાઇવ દરમિયાન પોલીસે દારૂની મહેફિલ માણતા કુલ 1 હજાર 457 શખ્સોને ઝડપી પાડ્યાં છે.તો 211 લોકો નશાની હાલતમાં ગાડી ચલાવતા ઝડપાયા છે.અને હજી પણ નશાનું સેવન કરતા લોકોનો આંકડો વધવાની શક્યતા છે.મહત્વનું છે કે જિલ્લાના 13 પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.એટલું જ નહીં થર્ટી ફર્સ્ટને લઇ દમણ,દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની સહદ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું.

અરવલ્લીમાં દારૂની હાલતમાં 2 નાયબ મામલતદાર ઝડપાયા

અરવલ્લીમાં દારૂની મહેફિલ માણતા 2 નાયબ મામલતદાર ઝડપાયા છે. માલપુર અને બાયડના નાયબ મામલતદાર દારૂ પીતા ઝડપાયા હતા. જૈમિન પટેલ અને નિલેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ બંને અધિકારી માલપુરના અણિયોર ખાતે દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. 31 ડિસેમ્બરે દારૂની મહેફિલ માણતા બંને ઝડપી પાડવામાં આવ્યા છે. માલપુરના અણીયોર ગામેથી DYSPની ટીમે બંનેને ઝડપી પાડ્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આમ, રાજયમાં દારૂબંધીનો કાયદો હોવા છતા 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ જોવા મળી હતી. અને દારૂ શોખીનોએ મનમુકીને દારૂ ઢિંચ્યો હતો. ત્યારે હવે પોલીસે આ અંગે કડક કાર્યવાહી કરવાની જરૂરી છે.

આ પણ વાંચો : DAHOD : જિલ્લામાં કોરોનાના કેસો વધતા પ્રશાસન એલર્ટ, બજારમાં ફરી અધિકારીઓએ કર્યું માસ્ક વિતરણ

આ પણ વાંચો : Gir somnath : વેરાવળની બાદલપરાની શાળામાં વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati