અમદાવાદના યુવકે બનાવ્યું મોબાઈલથી ઓપરેટ થતું સોફ્ટવેર બેઝ્ડ ઓટોમેટિક ટી મશીન

Darshal Raval

Darshal Raval | Edited By: Nakulsinh Gohil

Updated on: Nov 22, 2021 | 12:29 PM

Automatic Tea Machine : આકાશ ગજ્જરે બનાવેલ ઓટોમેટિક ટી મશીન બનાવતા તેને અને તેની ટીમને 2 વર્ષનો સમય લાગ્યો છે. જે મશીન અન્ય મશીન કરતા અલગ હોવાનો આકાશ ગજ્જરનો દાવો છે.

અમદાવાદના યુવકે બનાવ્યું મોબાઈલથી ઓપરેટ થતું સોફ્ટવેર બેઝ્ડ ઓટોમેટિક ટી મશીન
Software based automatic tea machine

AHMEDABAD : કોરોનાકાળે લોકો પાસેથી ઘણી વસ્તુ અને વ્યક્તિ છીનવી. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ જ કોરોનાએ સમાજમાં નવું ઇનોવેશન પણ પૂરું પાડ્યું છે.આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે હાલનો યુવાન આત્મનિર્ભર બની રહ્યો છે અને તેમાં પણ કોરોનાકાળ બાદ તેમાં વધારો થયો. આવો જ એક પ્રયોગ કોરોનામાંથી સીખ મેળવી મિકેનિકલ એન્જીનીયર અને વટવા GIDCમાં પેન્ગુઇન ઇનોવેટિવ કંપની ધરાવતા આકાશ ગજ્જરે કર્યો.

આકાશ ગજ્જરે કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ અને સંક્રમણ ફેલાવવાની તીવ્રતા ઘટાડવાના વિચાર સાથે ઓટોમેટિક ટી મશીનનું ઇનોવેશન કર્યું. પણ એનાથી મોટી બાબત એ છે કે તે ઓટોમેટિક મશીનથી 1 હજાર યુઝર્સના ડેટા સેવ કરી તેમાંથી વિવિધ ફ્લેવરની ચા અને કોફી મેળવી શકાય છે. કેમ કે આખું મશીન સોફ્ટવેર બેઝ પર તૈયાર કરવામાં આવ્યું છે, જે મોબાઈલ થી પણ ઓપરેટ કરી શકાય છે.

આકાશ ગજ્જરે બનાવેલ ઓટોમેટિક ટી મશીન બનાવતા તેને અને તેની ટીમને 2 વર્ષનો સમય લાગ્યો છે. જે મશીન અન્ય મશીન કરતા અલગ હોવાનો આકાશ ગજ્જરનો દાવો છે. જે ઓટોમેટિક ટી મશીન થી બનેલી ચા પીને લોકોએ પણ આકાશ ગજ્જરનો પ્રયાસ આવકાર્યો. અંર હટકે મશીન બનાવ્યાનુ નિવેદન આપ્યું…

આકાશ ગજજરનું આ પહેલું ઇનોવેશન છે. આ પહેલાં પણ આકાશ ગજ્જરે 3 વર્ષમાં 15 જેટલા વિવિધ મશીન બનાવ્યા છે. જેમાં ઓટોમેટિક ભેળ મશીન, પાણીપુરી મશીન, પેકેજીંગ મશીન, આટા મેકર મશીન અને સોડા મશીન સહિત વિવિધ મશીનનો સમાવેશ થાય છે. તેમજ તાજેતરમાં તેણે અને તેની ટીમે મેડ ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ સાથે ફૂડ સર્વ કરતો રોબો પણ બનાવ્યો છે. જે તેના કામને દર્શાવે છે.

તો સાથે જ સમાજમાં આત્મનિર્ભરતાના સૂત્રને પણ આકાશ ગજ્જર તેના પ્રયાસથી સાર્થક કરતો જોવા મળ્યો. જે સમાજ, શહેર અને રાજ્ય માટે સારી બાબત ગણી શકાય અને તેમાંથી લોકો સીખ લે તે પણ જરૂરી છે. જેથી સમાજને નવું ઇનોવેશન મળે સાથે બેરોજગારી પણ દૂર કરી શકાય.

આ પણ વાંચો : Rajkot: ઉત્કર્ષ ગ્રુપ પર GSTના દરોડા, આટલા કરોડની કરચોરીનો પર્દાફાશ, માલિકને ઉપડ્યો છાતીમાં દુખાવો

આ પણ વાંચો : અમદાવાદ : 100 વર્ષ જૂની ઢાળની પોળની કાયાપલટ, પ્રોજેક્ટમાં MHT સહીત અનેક સંસ્થાઓએ યોગદાન આપ્યું

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati