અમદાવાદના(Ahmedabad) ઓઢવ પોલીસ(Police) સ્ટેશનના યુવક દ્વારા સગીરાની જાહેરમાં છેડતી(Teased) અને ત્યાર બાદ મિત્રો સાથે મળીને સગીરાના ઘરે જઇને મારામારી કરવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી અનિલ ઠાકોરએ સગીરાની જાહેરમાં છેડતી કરી હતી. આ ઘટનાની વિગતો મુજબ ઓઢવમાં રહેતી એક સગીરા આઈસ્ક્રીમ લેવા ઘરેથી નીકળી હતી ત્યારે આરોપી સગીરાને પટાવવા પ્રયત્ન કર્યો પરંતુ સગીરાએ વિરોધ કરતા યુવકે તેને અપશબ્દો બોલ્યા એટલું જ નહીં સગીરાને ઘર નજીક બાથમાં ભરીને છેડતી કરી. જ્યારે સગીરા ડરીને ઘરે પહોંચી તો આરોપી તેના ભાઈ અને મિત્રને લઈ જઈને સગીરાના ઘરમાં ઘૂસીને મારા મારી કરી હતી. તેમજ સમગ્ર મામલો ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ગુનો નોંધી આરોપી અનિલ ઠાકોરની ધરપકડ કરી છે.
જેમાં આરોપી અનિલ ઠાકોર મજૂરી કામ કરે છે. આ સગીરા સાથે એક તરફી પ્રેમમાં પાગલ હતો પરંતુ સગીરાએ સંબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો જેથી યુવક તેને પામવા માટે પીછો કરતો અથવા તો જાહેરમાં અપશબ્દો બોલીને છેડતી કરતો હોવાનો આક્ષેપ સગીરાએ કર્યો છે. પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાને પામવા તેના ઘરે જઈને મારમારી કરતા આ વિવાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ઓઢવ પોલીસે પ્રેમી સહિત 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.સગીરાની છેડતી કેસમાં પોલીસે પોકસોનો ગુનો નોંધીને પ્રેમીની છેડતી અને મારામારી કેસમાં ધરપકડ કરી. જ્યારે તેના ભાઈ અને મિત્રની મારામારી ને લઈને ધરપકડ કરવામાં આવી છે. બળજબરી કરવી હાલ તો યુવકને ભારે પડી છે અને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : Knowledge: ભારતમાં ઘણા વર્ષોથી બદલાઈ રહ્યા છે શહેરોના નામ, ગુજરાતના શહેરોમાં પણ થયા છે ‘નામ પરિવર્તન’
આ પણ વાંચો : Sabarkantha: વણઝારા પરિવારોનું સ્થળાંતર, ડીજીપી હિંમતનગર પહોંચ્યા, સ્થિતિની સમિક્ષા કરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો