અમદાવાદના આ મંદિર પાસે પ્રસાદ નહી પણ દારૂ વેચાઈ રહ્યો છે, વિશ્વાસ ના આવતો હોય તો જુઓ VIDEO

Ahmedabad : વીડિયોમાં મંદિરની નજીક જ ખુલ્લેઆમ દારૂ વેચતો બુટલેગર જોવા મળી રહ્યો છે.વીડિયો વાયરલ થતા હાલ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 01, 2022 | 12:12 PM

બરવાળા ઝેરી દારૂકાંડ (Barvala hooch tragedy) બાદ પણ ગુજરાતની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.અમદાવાદના (Ahmedabad) વાયરલ વીડિયોએ આ સાબિત કરી દીધૂ છે.ઝેરી દારૂકાંડમાં 43 જીંદગી હોમાઈ છતાં બુટલેગરો બેફામ થતા પોલીસ(Ahmedabad Police)  પર સવાલો ઉઠી રહ્યા છે.અમદાવાદ મંદિર નજીક દારૂ વેચતા એક બુટલેગરનો વીડિયો વાયરલ (viral video) થયો છે.રાયખડમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા આ બુટલેગરનો વીડિયો વાયરલ થતા હડકંપ મચી ગયો છે.વીડિયોમાં મંદિરની નજીક જ ખુલ્લેઆમ દારૂ વેચતો બુટલેગર જોવા મળી રહ્યો છે.વીડિયો વાયરલ થતા હાલ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બોટાદમાં ઝેરી દારૂકાંડથી (Botad Hooch Tragedy) ગુજરાત હચમચી ઉઠ્યું હતુ.તેમજ ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ હતી.પરંતુ માત્ર થોડા દિવસો પુરતી જ આ રેડ હતી તેવુ લાગી રહ્યું છે.આ વીડિયો વાયરલ થતા હાલ લોકો પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

ઝેરી દારૂકાંડ કે કેમિકલકાંડ !

ઝેરી દારૂકાંડમાં 43 લોકોના મોત થઈ ચૂક્યા છે.ત્યારે આ મામલે અત્યાર સુધી24 લોકો વિરૂદ્ધ નોંધાયો ગુનો નોંધાયો છે જેમાંથી 13 લોકોની ધરપકડ કરી લેવાઈ છે.જે 24 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે તેમાં બરવાળામાં 13 અને રાણપુરના 11 આરોપી સામેલ છે..બરવાળાની ફરિયાદમાં 13 માંથી 7 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે રાણપુરના 11માંથી 6 આરોપીને ઝડપી લેવાયા છે. સમગ્ર કાંડ મુદ્દે બોટાદ એસપીએ કહ્યું કે, કેમિકલમાંથી કોઈ દારૂ બનાવાયો ન હતો.કેમિકલ સીધું પાણીમાં નાખી પીવામાં આવ્યું હતું જેના કારણે લોકોનું મોત થયા છે.જો કે ઝેરીદારૂકાંડ હોય કે કેમિકલકાંડ પણ 43 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati