Ahmedabad : અમદાવાદની વી.એસ.હોસ્પિટલનું નવિનીકરણ કરાશે, અદ્યતન સુવિધાઓ સાથે હાઈટેક ઉપકરણો વસાવાશે

જેમાં 80 થી 100 કરોડ રૂપિયાના ખર્ચે વી.એસ. હોસ્પિટલનું નવિનીકરણ કરવામાં આવશે. વર્ષ 2023ના અંત સુધીમાં વી.એસ. હોસ્પિટલ નવિનીકરણનું કામ પૂર્ણ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

Darshal Raval
| Edited By: | Updated on: Jul 22, 2021 | 9:48 PM

અમદાવાદ( Ahmedabad) ની વી.એસ.હોસ્પિટલના નવિનીકરણ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી છે . જેમાં 80 થી 100 કરોડ રૂપિયાના ખર્ચે વી.એસ. હોસ્પિટલ(VS Hospital) નું નવિનીકરણ કરવામાં આવશે. વર્ષ 2023ના અંત સુધીમાં વી.એસ. હોસ્પિટલ નવિનીકરણનું કામ પૂર્ણ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વી.એસ. હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ સાથે સારવારના હાઈટેક ઉપકરણો પણ વસાવવામાં આવશે તેવો ઉલ્લેખ પણ આ દરખાસ્તમાં કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત વી.એસ. હોસ્પિટલ હાલમાં કોરોના દર્દીઓના સારવાર માટે ચાલુ કરવામાં આવી હતી. જો કે એસવીપી હોસ્પિટલ બન્યા બાદ આ હોસ્પિટલના લોકોની સારવાર બંધ કરવામાં આવી હતી. તેમજ જેને લઇને સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો : Olympics ની ઓપનિંગ સેરેમની પહેલા મેડલ જીતવા ભારતીયોની Tokyo માં પ્રેક્ટિસ 

આ પણ વાંચો : PNB SCAM ના આરોપી NIRAV MODI એ પ્રત્યાર્પણ અટકાવવા હવે આ પેંતરો અજમાવ્યો , જાણો વિગતવાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">