અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી બસનો બગોદરા નજીક અકસ્માત, 40 લોકો ઇજાગ્રસ્ત, સોલા સિવિલ સારવાર માટે ખસેડાયા

આ બસમાં કુલ 56 મુસાફર સવાર હતા.ધંધુકા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 40 જેટલા ઘાયલ લોકોને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી બસનો બગોદરા નજીક અકસ્માત, 40 લોકો ઇજાગ્રસ્ત, સોલા સિવિલ સારવાર માટે ખસેડાયા
Ahmedabad to Saurashtra bus Accident near Bagodara 40 injured shifted to Sola Civil Hospital

અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસ ધંધૂકા-બગોદરા રોડ પર પલટી જતા ભયંકર અકસ્માત સર્જાયો…અકસ્માતમાં 40થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.જેમાં 3 નાના બાળકો સહિત 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે.

વહેલી સવારે ધંધુકાના ખડોળ પાટિયા પાસે દુર્ઘટના થઇ.જ્યાં બસના ડ્રાઇવરને ઝોકું આવી જતા બસ રોડની બાજુમાં પલટી મારી ગઇ હતી. આ બસમાં કુલ 56 મુસાફર સવાર હતા.ધંધુકા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 40 જેટલા ઘાયલ લોકોને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ તમામ લોકોની સોલા સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના શાહપુર વિસ્તારના લોકોને ભાવનગર દર્શન કરવા માટે લઇ જવાતા હતા ત્યારે અકસ્માત નડયો હતો.

આ પણ વાંચો : Surat ક્રાઇમ બ્રાન્ચે ગોવાથી સુરત લવાતો 26 લાખના દારૂનો જથ્થો ઝડપ્યો, ત્રણ લોકોની ધરપકડ કરી

આ પણ વાંચો : Dahod જિલ્લામાં પવન સાથે વરસાદની શરૂઆત, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

Click on your DTH Provider to Add TV9 Gujarati