AHMEDABAD : પશ્ચિમ રેલવેના ડિજિટલાઇઝેશન તરફ પગલાં, પ્રથમ વખત માલભાડા ઓનલાઇન ચુકવણી પ્રણાલી સફળતાપૂર્વક અમલમાં

AHMEDABAD : પશ્ચિમ રેલવેએ 'ડિજિટલ ઇન્ડિયા' પહેલને આગળ વધારીને રેલવે વપરાશકર્તાઓના લાભ માટે અનેક આઇટી સુવિધાઓ અમલમાં મૂકી છે.

AHMEDABAD : પશ્ચિમ રેલવેના ડિજિટલાઇઝેશન તરફ પગલાં, પ્રથમ વખત માલભાડા ઓનલાઇન ચુકવણી પ્રણાલી સફળતાપૂર્વક અમલમાં
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 04, 2021 | 6:16 PM

AHMEDABAD : પશ્ચિમ રેલવેએ ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલને આગળ વધારીને રેલવે વપરાશકર્તાઓના લાભ માટે અનેક આઇટી સુવિધાઓ અમલમાં મૂકી છે. આ પહેલની દિશામાં વધુ એક પગલું ભરતાં પશ્ચિમ રેલવેએ ટીએમએસ પર માલભાડા માટે ઓનલાઇન ચુકવણી પ્રણાલીનો સફળતાપૂર્વક અમલ કરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આમ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને 2 જૂનના રોજ આ સિસ્ટમનો અમલ કરવા માટે ભારતીય રેલવેનું પ્રથમ ડિવિઝન બન્યું છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલ માહિતીમાં જણાવ્યા મુજબ રેલવે વપરાશકર્તાઓ માટે સુવિધાઓ માટે આઇટીના ઉપયોગ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. રેલવેએ એપ્રિલ 2021માં માલભાડાના ચાર્જની ચુકવણીની પ્રક્રિયાને સરળ, અનુકૂળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે માલભાડા માટે ઓનલાઇન ચુકવણી પ્રણાલી અંગે નીતિગત માર્ગદર્શિકા જારી કરી હતી.

આ જ દિશામાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ ડિવિઝનમાં ટીએમએસ પર માલભાડાની ઓનલાઇન ચુકવણી સુવિધા સફળતાપૂર્વક રજૂ કરી છે, જેને આ પાયલોટ પ્રોજેક્ટ માટે નિયુક્ત કરવામાં આવી હતી. ચુકવણીના આ નવા મોડ સાથે, પ્રથમ વ્યવહાર સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અને એફએફએસ હેઠળ, લિન્ચ સ્ટેશનથી અઝારામાં માલ બુક કરવા માટે કન્સાઇનર એમ/એસ સીટીએ લોજિસ્ટિક્સ લિમિટેડ પાસેથી મળેલી માલ ફી તરીકે ₹ 98649ની રેલવે રસીદ જાહેર કરવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સુમિત ઠાકુરે માહિતી આપી હતી કે પેમેન્ટ ગેટવે ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એફઓઆઈએસના ફ્રેઇટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે. તે માલભાડા અને અન્ય તમામ પ્રકારના પેટાચાર્જ જેવા કે વેગન નોંધણી ફી, વિલંબ ચાર્જ, ઘાટ ચાર્જ, સાઇડિંગ ચાર્જ, શન્ટિંગ ચાર્જ, રિબુકિંગ ચાર્જ, ડાયવર્ઝન ચાર્જ વગેરેની સુવિધા આપશે. આ સુવિધા માલવાહક ગ્રાહકો તેમજ તેના હેન્ડલિંગ એજન્ટો માટે ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે.

રેલવે મંત્રાલય અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે 2 જૂન, 2021ના રોજ સમજૂતી કરાર (એમઓયુ) પણ લાગુ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાની સફળતા સાથે હવે 7 જૂન, 2021થી દેશભરમાં આ કાર્યક્રમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવે વિવિધ તકનીકી અને ડિજિટલ પહેલોના અમલીકરણમાં મોખરે રહ્યું છે. તેવો દાવો છે અને ટીએમએસ પર માલભાડા માટે ઓનલાઇન ચુકવણી પ્રણાલીનો સફળ અમલ એ આ દિશામાં બીજું ગ્રાહક મૈત્રીપૂર્ણ પગલું હોવાનો પણ દાવો રેલવે વિભાગે કર્યો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">