Ahmedabad એસઓજી ક્રાઇમને મળી મોટી સફળતા, ડ્રગ્સનો વેપાર કરતી હાઇફાઈ યુવતીની ધરપકડ કરી

અમદાવાદમાં(Ahmedabad) એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલી આ મહિલા હરપ્રિત કૌર પહેલા નશાના રવાડે ચઢી હતી અને ત્યારબાદ એમ.ડી ડ્રગ્સ પેડલર બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ડ્રગ્સનો નશો કરવો મોંઘુ પડી રહ્યું હતું

Ahmedabad એસઓજી ક્રાઇમને મળી મોટી સફળતા, ડ્રગ્સનો વેપાર કરતી હાઇફાઈ યુવતીની ધરપકડ કરી
Ahmedabad SOG Crime Arrest Drug Peddlar Woman
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 22, 2022 | 6:08 PM

અમદાવાદ (Ahmedabad) એસઓજી ક્રાઇમે ડ્રગ્સ(Drugs) પેડલર બનેલી એક હાઇફાઈ યુવતીની (Woman) ધરપકડ કરી છે. જેમાં ઇવેન્ટ મેનેજમેન્ટના કામમાં નશાની આદિ બનેલી આ યુવતીને એસ.ઓ.જી ક્રાઇમે હાઇવે પરથી ઝડપી પાડી છે. આ યુવતી કોઈ સામાન્ય ગુનામાં નહિ પણ એનડીપીએસના ગુનામાં એસ.ઓ.જી ક્રાઇમના સકંજામાં આવી ગઈ છે.વર્ષ 2017 માં ઇવેન્ટનું કામકાજ કરનારી આ યુવતીએ સૌ પ્રથમ પોતાના મિત્ર વર્તુળ સાથે ડ્રગ્સનું સેવન કર્યું હતું. ત્યારબાદ ઇવેન્ટ નું કામકાજ કરતી મહિલાએ બીજી વખત ગોવા જઈને ડ્રગ્સ લીધું હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જેની બાદમાં એક બાદ એક તેને એમડી ડ્રગ્સ ના નશાની લત લાગી ગઈ અને ઘરે બેસીને પણ તે નશો કરવા લાગી છે. જેમાં ચોકલેટમાં ડ્રગ્સ નાખી નશો કરતી હતી.આમ નશો કરવા માટે એમડી ડ્રગ્સ લઈને આ યુવતી કારમાં જઇ જ રહી હતી ત્યાં એસઓજી ને બાતમી મળી અને પોલીસે રેડ કરી પંજાબ ની આ આરોપી યુવતીને ઝડપી પાડી. આ પોલીસે આરોપી યુવતી પાસેથી એમડી ડ્રગ્સ પણ કબ્જે કર્યું છે.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલી આ મહિલા હરપ્રિત કૌર પહેલા નશાના રવાડે ચઢી હતી અને ત્યારબાદ એમ.ડી ડ્રગ્સ પેડલર બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ડ્રગ્સનો નશો કરવો મોંઘુ પડી રહ્યું હતું જેથી આ મહિલા જેની પાસેથી ડ્રગ્સ ખરીદતી હતી તે લોકોએ આ મહિલાને ડ્રગ્સ વેચવાનું કહ્યું અને બાદમાં ડ્રગ્સ માફિયા ઓની જાળમાં ધીમે ધીમે ફસાતી ગઈ અને આખરે આ મહિલા આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે હરપ્રિત કૌરે પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે તે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા સાદ રાજપૂત નામના વ્યક્તિ પાસેથી લાવતી હતી જે અનુસંધાને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે હાલ આ સાદ રાજપૂત નામના વ્યક્તિને ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરી છે. જેમાં બીજી તરફ આ મહિલા ગોવા શા માટે ગઈ હતી અને ત્યાં જઈને કોની પાસેથી ડ્રગ્સ ખરીધ્યું હતું અથવા તો વેચવા માટે ગોવાથી અમદાવાદ લાવી હતી કે કેમ એવા તમામ મુદ્દાઓને લઈને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વધુ સઘન તપાસ હાથ ધરી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતીના ભાઈએ થોડા સમય પહેલા પત્નીના ત્રાસથી આપઘાત પણ કર્યો હતો અને તેનું બાળક આ યુવતી રાખતી હતી.જ્યારે પોલીસ હવે આ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે ત્યારે અનેક પેડલરો અને તેની સાથે નશો કરનારા વ્યક્તિઓના નામ પણ સામે આવી શકે છે.પણ એક વાત ચોક્કસ છે કે એસઓજી ક્રાઇમ માત્ર પુરુષ પેડલર કે નશો કરનાર જ નહીં પણ હાઇફાઈ યુવતીઓ પર પણ વોચ રાખી નશા ની દુનિયા ને ખતમ કરવામાં લાગી પડી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">