Ahmedabad : મેઘાણીનગરમાં સાડા પાંચ લાખ રુદ્રાક્ષનું બનાવાયું છે શિવલિંગ

મેઘાણીનગરમાં આવેલ આશિષનગર સોસાયટીમાં ધર્માત્મા કુટરી મંદિરમાં સાડા પાંચ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યુ છે. મંદિરમાં શ્રાવણ માસમાં દરરોજ સવા પાંચ હજાર પાર્થેશ્વર શિવલિંગ બનાવાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 7:08 AM

Ahmedabad : મેઘાણીનગરમાં આવેલ આશિષનગર સોસાયટીમાં ધર્માત્મા કુટરી મંદિરમાં સાડા પાંચ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યુ છે. મંદિરમાં શ્રાવણ માસમાં દરરોજ સવા પાંચ હજાર પાર્થેશ્વર શિવલિંગ બનાવાય છે. જેની દિવસ દરમિયાન પૂજા અર્ચના કરી સૂર્યાસ્ત થતા સવા પાંચ હજાર શિવલિંગનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આમ શ્રાવણ માસમાં સવા લાખ શિવલિંગ બનાવવામાં આવે છે. ત્યારે બીજી બાજુ નેપાળથી ખાસ સાડા પાંચ લાખ રૂદ્રાક્ષ મગાવવામાં આવે છે. જે રુદ્રાક્ષનું વિશાળ શિવલિંગ બનાવીને હવન અને પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ અમાસના દિવસે લોકોને પ્રસાદીના ભાગરૂપે રુદ્રાક્ષ અને રુદ્રાક્ષની માળા આપવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં હજારો ભાવિક ભક્તો અહીં દર્શન કરવા લાવહો લે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">