AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષામાં ગંભીર બેદરકારી, પરીક્ષા ખંડ બહાર કોરોના નિયમોનો ભંગ

AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં કોરોના વિસ્ફોટ અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા યોજવામાં આવી હતી.

AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષામાં ગંભીર બેદરકારી, પરીક્ષા ખંડ બહાર કોરોના નિયમોનો ભંગ
પરીક્ષા ખંડ બહાર ભીડ
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Mar 26, 2021 | 2:42 PM

AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં કોરોના વિસ્ફોટ અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સોસીયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. અને, વિદ્યાર્થીઓને બેન્ચને બદલે ખુરશીઓ ઉપર પરીક્ષા આપવા બેસાડવામાં આવ્યા હતા.

પરીક્ષામાં ગંભીર બેદરકારી

કોરોના વિસ્ફોટ વચ્ચે આજથી ગુજરાત યુનિવર્સિટીની પીજીની પરીક્ષા શરૂ થઈ છે. પરીક્ષામાં કોરોનાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો છે. પરીક્ષા સેન્ટર બહાર હજારો વિદ્યાર્થીઓની ભીડ એકઠી થઈ હતી. સાથે જ સોસીયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. નિયમ મુજબ પરીક્ષા સેન્ટર બહાર સેનેટાઇઝર પણ ના મૂકાયું હતું.વિદ્યાર્થીઓને ટેમ્પરેચર માપ્યા વિના જ પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. 20 હજારથી વધારે વિદ્યાર્થીઓની બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. નિયમોનું પાલન ના થતા પરીક્ષામાં કોરોના વિસ્ફોટ થવાની પુરેપુરી શકયતા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

કોરોના ગાઇડલાઇનનો ભંગ

પીજીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થાને લઈને પણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. એક જ બિલ્ડિંગમાં હજારો વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર ફાળવી દેવામાં આવ્યું હતુ. બિલ્ડિંગમાં યુનિવર્સિટી દ્વારા યોગ્ય બેઠક વ્યવસ્થા ના કરાઈ હતી. નવા બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ સંકુલમાં આડેધડ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. બેન્ચને બદલે ખુરશીઓ પર પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. હોલમાં ખુરશીઓ રાખીને વિદ્યાર્થીઓને પેપર લખવા બેસાડ્યા હતા. ફેકલ્ટી રૂમમાં ટેબલ પર વિદ્યાર્થીઓને પેપર લખવા બેસાડ્યા હતા. નવી બની રહેલી કોમ્યુટર લેબમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.

પરિક્ષાર્થીઓના જીવને જોખમ, જવાબદાર કોણ ?

યુનિવર્સિટીની પરીક્ષામાં નિયમોનું પાલન ના થતા વિદ્યાર્થીઓ ઉપર કોરોના સંક્રમણનું જોખમ વધ્યું છે. વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પણ યુનિવર્સિટીએ પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ સ્થિતિમાં હવે વિદ્યાર્થીઓના જીવ પર જોખમ તોળાઇ રહ્યું છે. અને, આ પરીક્ષાને કારણે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બનશે તો કોણ જવાબદાર રહેશે ? તે સવાલ ઉઠી રહ્યો છે.

રાજયમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિર્વસિટી દ્વારા પરીક્ષા યોજવી કેટલી યોગ્ય તે પણ સવાલે જન્મ લીધો છે. અને, જો પરીક્ષા લેવી હતી તો કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">