અમદાવાદમાં લૂંટારુઓએ ફરી વખત આંગડિયા પેઢીને ટાર્ગેટ કરી, સ્થાનિક યુવકે હિંમત દાખવી એક લુટારુંને ઝડપ્યો

બંને લુટારુઓ રીક્ષામાં બેસી ભાગી રહ્યા હતા જેમાંથી જતીનકુમાર પટેલ નામનો એક આરોપી પકડાઈ ગયો હતો અને ત્યારબાદ સ્થાનિક લોકોના ટોળાએ એક આરોપી પકડી રાખી પોલીસના હવાલે કર્યો હતો.

અમદાવાદમાં લૂંટારુઓએ ફરી વખત આંગડિયા પેઢીને ટાર્ગેટ કરી, સ્થાનિક યુવકે હિંમત દાખવી એક લુટારુંને ઝડપ્યો
Ahmedabad, robbers again targeted Angadiya firm local youth dared to catch a robber

અમદાવાદ શહેરમાં ફરી એકવાર લૂંટનો બનાવ બન્યો છે. લૂંટારુઓ આંગડિયા પેઢી ઓફિસમાં કર્મચારી બંધક બનાવી 7 લાખની લૂંટ અંજામ આપી ફરાર થઈ રહ્યાં હતાં. ત્યાં સ્થાનિક યુવક શકા જતા બેગ લઇ ભાંગી રહેલા લૂંટારુઓને પકડવાનો પ્રયાસ કરતા એક આરોપી પકડાઈ ગયો અન્ય એક આરોપી ફરાર થઈ જતા સોલા પોલીસે વધું તપાસ શરૂ કરી.

પોલીસ કસ્ટડીમાં રહેલા જતીન કુમાર પટેલ અને ફરાર આરોપી રોનક ચુડાસમા ભેગા મળી ગોતામાં આવેલ રમેશકુમાર અંબાલાલ આંગડિયા પેઢીમાં બપોરના સમયે ઓફિસમાં કર્મચારીને બંધક બનાવી સાત લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ રહ્યા હતા.તે સમયે લૂંટારૂઓને બેગ અને સીડીઆર હાથમાં લઇ ભાગતા જતાં સ્થાનિક યુવક રોનકની તેઓ પર શંકા જતા બંને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં એક આરોપી જતીન કુમાર પકડાઈ ગયો હતો જેમાં અન્ય આરોપી રોનક ચુડાસમાં ફરાર થઈ ગયો હતો પકડાયેલા આરોપી પાસેથી લૂંટના સાત લાખ રૂપિયા અને એક મોબાઇલ પણ મળી આવ્યો હતો.

આંગડિયા પેઢીમાં લૂંટ કરવા માટે આ બંને શખ્સોએ સવાર થી બપોર સુધીમાં બે વખત રેકી કરી હતી અને આરોપી જતીન પટેલ આંગડિયા ની ઓફિસમાં જઈ મારા નામ ના પૈસા નો હવાલો આવ્યો હોવાનું કહી બે વખત આંગડિયા ઓફિસમાં ગયો હતો.

આંગડિયા ઓફિસમાં બપોરના સમયે હલચલ ઓછી હોવાથી લૂંટારૂઓ આંગડિયા પેઢી ઓફિસમાં ઘૂસી શટર બંધ કરી કર્મચારી ગોવિંદભાઈ હાથ પગ બાંધીને બંધક બનાવી ઓફિસના ડ્રોવર માં રહેલા સાત લાખ રૂપિયા અને સીસીટીવી કેમેરાના કાઢી અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો.

આંગડિયા પેઢી કર્મચારી ગોવિંદ પટેલ બૂમાબૂમ કરતા છરી બતાવી અને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે આ લૂંટારૂઓ પૈસા લૂંટી ભાગી રહ્યા હતા તે સમયે આંગડીયા પેઢીની નીચે આવેલી ઓફિસમાં કામ કરતા રોનકએ પૈસા લઇ ભાગતા બન્ને શખ્સો પર શંકા જતા બન્ને શખ્સોને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

જે બંને લુટારુઓ રીક્ષામાં બેસી ભાગી રહ્યા હતા જેમાંથી જતીનકુમાર પટેલ નામનો એક આરોપી પકડાઈ ગયો હતો અને ત્યારબાદ સ્થાનિક લોકોના ટોળાએ એક આરોપી પકડી રાખી પોલીસના હવાલે કર્યો હતો. જયારે અન્ય એક ફરાર આરોપી પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે લુંટારુ જતીનકુમાર પટેલ અને રોનક ચુડાસમા આર્થિક સંકડામણને કારણે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હોવાની પોલીસને શંકા છે. આ બંને આરોપીઓ સાયન્સનો અભ્યાસ કરેલ છે અને બંને જણાં હોસ્પિટલમાં સાથે કામ કરતા હોવાનું સાથે આવ્યું છે.

જયારે પકડાયેલ આરોપી જતીન મૂળ ધોળકાનો છે.જ્યારે ફરાર આરોપી રોનક ચુડાસમા મૂળ રાજકોટનો રહેવાસી છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી ફરાર આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : આખરે તો એવું તે શું થયું કે અફઘાનિસ્તાનના સૈનિકોએ લડયા વિના તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યું?

આ પણ વાંચો :  Gujarat પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન પેટ્રોલિયમ કંપનીઓના વિરોધમાં બ્લેક થર્સ-ડે મનાવશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati