Ahmedabad: ધોરણ 10 બાદ ધોરણ 12 ના રિપીટર વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશન આપવા માગ કરી

ધોરણ 10 બાદ ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશન આપવા માગ કરી છે. ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવા માગ કરી છે.

Ahmedabad: ધોરણ 10 બાદ ધોરણ 12 ના રિપીટર વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશન આપવા માગ કરી
Ahmedabad
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jun 06, 2021 | 10:59 AM

ધોરણ 10 બાદ ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓએ (Students) પણ માસ પ્રમોશન આપવા માગ કરી છે. ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવા માગ કરી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 1.5 લાખ રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવા વિદ્યાર્થીઓની માગ છે. જ્યારે ધોરણ 10 માં 2.80 લાખ રિપીટર વિદ્યાર્થીઓ છે.

રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા સરકારે હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો. સરકારે કોઈ નિર્ણય ના લેતા લાખો રિપીટર વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. વિદ્યાર્થીઓની માગ છે કે માસ પ્રમોશન ના આપે તો ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે. રેગ્યુલર અને રિપીટર તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે.

રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવા કેટલાક વિદ્યાર્થીઓએ અમદાવાદ કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓની રજુઆત છે કે જો સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકતી હોય તો રિપીટર વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે તો તેમને કેમ માસ પ્રમોશનનો લાભ ના આપી શકે. ખાસ કરીને ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ધોરણ 12 સાયન્સમાં બે કે ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા માટે તમામ વિષયની ફરીથી પરીક્ષા રિપીટર વિદ્યાર્થી તરીકે આપતા હોય છે. ધોરણ-12 સાયન્સમાં રિપીટર વિદ્યાર્થી તરીકે ફોર્મ ભરનાર સ્મિત સાંસલા કહે છે કે તેમણે તમામ વિષયની ફરીથી પરીક્ષા આપવા ફોર્મ ભર્યું હતું. પરંતુ પરીક્ષા ના યોજાતા અસમંજસ ઉભી થઇ છે. સરકારે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું અને રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના આપતા અસમંજસ ઉભી થઇ છે.

ધોરણ-12 સાયન્સમાં ત્રણ વિષયમાં નાપાસ રિષી ચારણ કહે છે કે મે તમામ વિષયોની ફરીથી પરીક્ષા આપવા ફોર્મ ભર્યું હતું. પરંતુ માસ પ્રમોશન ના આપતા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે. સરકારે રિપીટર વિદ્યાર્થીઓ બાબતે તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ.

ધોરણ 10 ના રિપીટર આદર્શ ઠાકુરે જણાવ્યું હતું કે સરકારે રિપીટર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. રિપીટર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે મહેનત કરતા હતા. સરકારે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી ન્યાય આપવો જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">