Ahmedabad : ભારે પવન સાથે વરસાદની શરૂઆત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વૃક્ષો ઘરાશાયી

અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે  ઉકળાટ બાદ આજે સાંજે  ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે.  જેમાં મેમનગર, જીવરાજ પાર્ક, અસારવા, ઘી કાંટા, વાડજ, આરટીઓમાં વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

Ahmedabad : ભારે પવન સાથે વરસાદની શરૂઆત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વૃક્ષો ઘરાશાયી
Ahmedabad Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 8:44 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે  ઉકળાટ બાદ આજે સાંજે  ભારે પવન સાથે વરસાદની(Rain) શરૂઆત થઈ છે.  જેમાં મેમનગર, જીવરાજ પાર્ક, અસારવા, ઘી કાંટા, વાડજ, આરટીઓ, અંજલિ, પાલડી, દાણીલીમડા, વાસણા, રિવરફ્રન્ટ  વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અસહ્ય બફારાને કારણે લોકો પણ અકળાઈ ઉઠ્યા હતા. ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળતા અને વરસાદ આવતા લોકોને પણ રાહત મળી છે.

ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ત્યારે જીવરાજ, વેજલપુર, ઘી કાંટા, વાડજ, અંજલી ચાર રસ્તા, મેમનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો રસ્તા પર પાણી ભરાવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે ફુંકાઇ રહ્યો છે.

આ તરફ ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની. તો રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વિસ્તારોમાં વાહનો પર વૃક્ષો પડતા પણ ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હવામાન વિભાગે કરી હતી આગાહી

ઉલ્લેખનીય છે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના માછીમારોને એલર્ટ રહેવા માટે પણ સૂચન અપાઈ છે. સામાન્ય રીતે જૂન મહિનામાં 3 ઈંચ જેટલો વરસાદ હોવો જોઈએ. પરંતુ, આ વર્ષે જૂનમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે પણ અમરેલી, રાજકોટ અને જૂનાગઢ પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા.

સૌથી વધુ જૂનાગઢ, વિસાવદરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો. તો માળિયાહાટીમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા. આ ઉપરાંત માણાવદરમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. તો રાજકોટના ઉપલેટામાં દોઢ ઈંચ અને ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો. તો આ તરફ અમરેલીના લાઠીમાં એક ઈંચ અને બગસરામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">