Ahmedabad : ત્રીજી લહેરની શકયતા સાથે Amc ની તૈયારી, પહેલી-બીજી લહેરમાંથી શીખ મેળવી તૈયારી શરૂ કરાઈ

ત્રીજી લહેર પહેલી અને બીજી લહેર કરતા ગંભીર માનવામાં આવી રહી છે. અને તેમાં પણ અત્યાર સુધી ફ્રાન્સ, ઇટલી, યુકે માં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. તેમજ બેથી ત્રણ મહિનામાં ગુજરાતમાં ત્રીજી લહેર આવવાની શકયતા સેવાઇ રહી છે.

Ahmedabad :  ત્રીજી લહેરની શકયતા સાથે Amc ની તૈયારી, પહેલી-બીજી લહેરમાંથી શીખ મેળવી તૈયારી શરૂ કરાઈ
AMC
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 23, 2021 | 5:07 PM

Ahmedabad : મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈને કોઈ ઘટના પર શીખ લઈને આગામી તૈયારી કરતા હોય છે. જેથી વિકટ પરિસ્થિતિમાં તેવી જ પરિસ્થિતિ આવીને ઉભી ન રહે. કોરોનામાં પણ રાજ્ય સરકાર અને amc કઈંક આવો જ પ્રયાસ હાથ ધર્યો છે. Amc દ્વારા ત્રીજી લહેરને લઈને પહેલી અને બીજી લહેરમાંથી શીખ મેળવી તૈયારીઓ શરૂ કરી છે.

કેમ કે આપણે જોયું હતું કે પહેલી લહેરમાં કોઈ અનુભવ નહિ હોવાના કારણે વ્યવસ્થામાં હાલાકી સર્જાઈ તો બીજી લહેરમાં સંક્રમણ વધુ ફેલાતા અને પરિસ્થિતિ બેકાબુ બનતા પરિસ્થિતિ કાબુ બહાર ગઈ હતી. જેને પહોંચી વળવા અને પ્રયાસો કરાયા પણ પરિસ્થિતિ બેકાબુ બની હતી. ત્યારે ત્રીજી લહેરની શક્યતાઓ છે તે પહેલાં રાજ્ય સરકાર અને amc પુર આવે તે પહેલાં પાળ બાંધવાના સૂત્ર સાથે પહેલી અને બીજી લહેરમાંથી શીખ મેળવી તૈયારી શરૂ કરી છે…

મહત્વનું છે કે ત્રીજી લહેર પહેલી અને બીજી લહેર કરતા ગંભીર માનવામાં આવી રહી છે. અને તેમાં પણ અત્યાર સુધી ફ્રાન્સ, ઇટલી, યુકે માં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. તેમજ બેથી ત્રણ મહિનામાં ગુજરાતમાં ત્રીજી લહેર આવવાની શકયતા સેવાઇ રહી છે. ત્યારે તેની પહેલા amc એ તૈયારી શરૂ કરી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

ત્રીજી લહેરની તૈયારીમાં કઈ વસ્તુ રખાશે ધ્યાન.

બીજી લહેરમાં 18 હજાર આસપાસ બેડ હતા. જે બેડની સંખ્યા 25 ટકા વધારે કરી 25 હજાર આસપાસ કરાઈ. હોસ્પિટલમાં દર્દીને તમામ સુવિધા મળી રહે તેવા પ્રયાસ. દવા ઓક્સિજન તમામ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. બીજી લહેરની પરિસ્થિતિ બાદ ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરાયા. કેસ વધે તો જરૂર પડે કોમ્યુનિટી હોલ કે બેંકવેટની પણ મદદ લઈને વધુ બેડ ઉભા કરી દર્દીને સારવાર અપાશે. કોમ્યુનિટી હોલ અને બેંકવેટને લઈને સર્વેની કામગીરી પણ શરૂ કરાઈ. ટોસિલિઝુમેબ અને રેમડેસવીર સહિત દવાનું પ્રોપર સ્ટોરેજ કરાયું જેથી અછત ન સર્જાય તેવી amc ની તૈયારી અને દાવો ઓક્સિજન, ડ્રગ અને પ્રોપર નંબર હોસ્પિટલની સુવિધા ઉભા કરવાના amc ના પ્રયાસ પહેલી અને બીજી લહેરમાં 108ની હાલાકી સર્જાઇ તેવી હાલાકી ત્રીજી લહેરમાં ન સર્જાય અને દર્દીને સારવાર મળે તેવા પ્રયાસ વેન્ટિલેટર પુરા પાડવાની વ્યવસ્થા

આમ amc દ્વારા પહેલી અને બીજી લહેરમાં ઉભી કરવામાં આવેલી સુવિધા અને હાલાકી અને ઓક્સિજનથી લઈને દવાની અછતની પરિસ્થિતિ ફરી ન સર્જાય તેના પર વિશેષ ધ્યાન અપાયુ છે. તો ઓક્સિજનને લઈને amc એ પ્લાન્ટ શરૂ કર્યા તો અસારવા અને સિવિલ હોસ્પિટલમાં પણ વધારાના જથ્થા સાથે પ્લાન્ટ ઉભા કરાયા. તો amc દ્વારા જરૂર જણાય તે પ્રમાણે વધુ વ્યવસ્થા ઉભી કરવા પણ ખાતરી અપાઈ.

જોકે, બીજી તરફ વિપક્ષે ત્રીજી લહેરની તૈયારીને લઈને સવાલો પણ ઉઠાવ્યા. કેમ કે જ્યારે જ્યારે amc તૈયારીના દાવા કરતું હોય છે ત્યારે તેમાં ક્યાંક અછત કે ઉણપ રહી જતી હોય છે. કેમ કે આપણે પહેલી અને બીજી લહેરમાં જોયું કે ટેસ્ટિંગ કરાવવાથી લઈને સ્મશાનમાં અંતિમ વિધિ સુધી લાઈનો જોવા મળી જે પરિસ્થિતિ કદાચ કોઈએ પહેલા જોઈ પણ નહીં હોય.

ત્યારે હાલમાં amc એ હાથ ધરેલી તૈયારી માત્ર કાગળ પર રહી ન જાય તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે. સાથે જે દાવા કર્યા તે પ્રમાણે કામગીરી અને વ્યવસ્થા દેખાય તેવી માંગ પૂર્વ વિપક્ષ નેતાએ માંગ કરી છે. જેથી કપરી પરિસ્થિતિમાં દર્દીને વગર હાલાકીએ સમયસર સારવાર મળી રહે.

પણ સાથે જ લોકોએ કોરોનાની આ પરિસ્થિતિમા તંત્રને સહકાર આપી સ્વયં જાગૃત બની નિયમ પાડવા પડશે. જેથી પોતે સુરક્ષિત બની શકે અને શહેર કે રાજ્યની પરિસ્થિતિ કપરી ન બને. કોઈએ જીવ પણ ગુમાવવા ન પડે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">