Ahmedabad : કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ, ઝીરો કેઝ્યૂઅલ્ટી અભિગમથી કામ કરવા અનુરોધ

અમદાવાદ(Ahmedabad) જિલ્લાના અગાઉ પૂરથી અસરગ્રસ્ત અને સંભવિત જોખમવાળા તથા નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તે વિસ્તારોમાં અગાઉથી પબ્લિસિટી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેના દિશા નિર્દેશ આપ્યા હતા. તેમણે નેશનલ હાઈ-વે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી હતી.

Ahmedabad : કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ, ઝીરો કેઝ્યૂઅલ્ટી અભિગમથી કામ કરવા અનુરોધ
Ahmedabad Collector Pre Monsoon Meeting
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 17, 2022 | 9:05 PM

ગુજરાતમાં (Gujarat) આગામી દિવસોમાં વર્ષાઋતુ પ્રારંભ થવાની શક્યતા છે ત્યારે પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો આવે તો તેના પૂર્વ આયોજનના ભાગરૂપે અમદાવાદ(Ahmedabad)જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પ્રિ-મોન્સૂન બેઠકનું (Pre-monsoon)આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમથી કામ કરવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓના વરસાદ પર પણ નજર રાખવા તાકીદ કરી હતી.

 તરવૈયાઓની યાદી, હેમ રેડિયો, વાયરલેસ સેટ, બોટ તેમજ ઇમરજન્સી સમયે ઉપયોગી સેવાની વ્યવસ્થા માટે તાકીદ

કલેક્ટરે વધુમાં અમદાવાદ જિલ્લાના અગાઉ પૂરથી અસરગ્રસ્ત અને સંભવિત જોખમવાળા તથા નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તે વિસ્તારોમાં અગાઉથી પબ્લિસિટી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેના દિશા નિર્દેશ આપ્યા હતા. તેમણે નેશનલ હાઈ-વે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી હતી. આ ઉપરાંત જોખમવાળા ક્ષેત્રોમાં સાઈનેજ બોર્ડ મૂકવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું. જિલ્લા તરવૈયાઓની યાદી, હેમ રેડિયો, વાયરલેસ સેટ, બોટ તેમજ ઇમરજન્સી સમયે ઉપયોગી સેવા અને મશીનરી વ્યવસ્થાની સાથે ક્વીક રિસ્પોન્સ ટીમ પણ બનાવી રાખવાની તાકીદ કલેક્ટર દ્વારા આ બેઠકમાં કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટરે આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપુરવઠા તેમજ પોલીસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઇને ખાસ કન્ટ્રોલરૂમ ચાલું કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા તેમજ રેઇન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે તેવા વોકળા, નાળાની સાફ-સફાઇ કરવા તેમજ આશ્રય સ્થાનોની મુલાકાત લેવા અધિકારીઓને સુચના આપી હતી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ઓનલાઇન અપડેટ કરવાની કામગીરી કરવા માટેની સુચના

જિલ્લા કલેક્ટરે આફતના સમયે કંટ્રોલ રુમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમજ તાલીમબદ્ધ કરવા માટેનું સૂચન પણ કર્યું હતું. જયારે પશુપાલન વિભાગના અધિકારીને ચોમાસાના સંદર્ભે પશુના રસીકરણ અંગેની વ્યવસ્થા વિશે પણ સૂચનો કર્યું હતું.મામલતદારોને તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, પાલિકાના ચીફ ઓફિસરને શહેરી વિસ્તારના સિટી ડિઝાસ્ટર પ્લાન તેમજ તમામ તાલુકાના વિકાસ અધિકારીઓને વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ઓનલાઇન અપડેટ કરવાની કામગીરી કરવા માટેની સુચના પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન સિંચાઇ વિભાગ દ્વારા નિયમિત રૂપે દર બે કલાકે વરસાદની અને તેના લગતી સ્થિતિનું અપડેટ સતત આપતા રહેવા માટેના અગાઉથી નિયત પ્લાનને અનુસરવા જણાવ્યું હતું, કલેક્ટરે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ પણ રાબેતા મૂજબ શરૂ કરી દેવામાં આવશે એમ પણ જણાવ્યું હતું. આ કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક ચાલું રાખવામાં આવશે અને તેની પર અધિકારીઓ દ્વારા સતત મોનીટર કરવામાં આવશે. કલેક્ટરરે સંભવિત આફત બાદ આરોગ્ય, વીજળી, પાણી પૂરવઠો તાત્કિલક મળી રહે તે માટેના સૂચનો અને માર્ગદર્શન પણ આપ્યા હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">