Ahmedabad: નિકોલમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી, બે નકલી પત્રકારની ધરપકડ

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 11:10 PM

અમદાવાદના નિકોલમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી કરતા 2 નકલી પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. પત્રકાર બનીને વેપારીને કારખાનું બંધ કરવાની ધમકી આપીને દાદાગીરી કરતા હતા. ફેકટરીના માલિકે પોલીસ ફરિયાદ કરતા નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો છે. અંકિત જોતંગિયા જે ખુદને પત્રકાર તરીકેની ઓળખ આપીને તોડ કરવા પહોંચ્યા હતા

Ahmedabad: નિકોલમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી, બે નકલી પત્રકારની ધરપકડ
Ahmedabad Police Arrest Duplicate Journalist

અમદાવાદના નિકોલમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી કરતા 2 નકલી પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. પત્રકાર બનીને વેપારીને કારખાનું બંધ કરવાની ધમકી આપીને દાદાગીરી કરતા હતા. ફેકટરીના માલિકે પોલીસ ફરિયાદ કરતા નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો છે. અંકિત જોતંગિયા જે ખુદને પત્રકાર તરીકેની ઓળખ આપીને તોડ કરવા પહોંચ્યા હતા.પરંતુ ફેકટરી માલિકે પોલીસને જાણ કરતા તેમનો ભાંડો ફૂટ્યો છે. કઠવાડા GIDC માં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં જૈમીન પ્લાસ્ટિકના કારખાનામાં રૂ 5 લાખનું તોડ કરવા માટે આરોપીઓ આવ્યા હતા. જેમાં આરોપી કેતન વાણંદ પોતે કભી કભી ન્યૂઝના તંત્રી અને એડિટર બન્યો છે.

જ્યારે ભાવિન પટેલ લોક પત્રિકા ન્યુઝનો પત્રકાર, અંકિત જોતંગિયા અને નિકુંજ પ્રજાપતિ કેમેરામેન બનીને પહોંચ્યા હતા અને ફેકટરી ના માલિકને કારખાનું ચલાવવા માટે 5 લાખની રોકડનો તોડ કરવાનો પ્રયાસ કર્યો અને દર મહિને 25 હજારના હપ્તાની માંગ કરી હતી. પરંતુ ફેકટરીના માલિકે પોલીસને જાણ કરતા પોલીસે ધરપકડ કરી.

પકડાયેલ આરોપી કેતન અને અંકિત નકલી પત્રકાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં તોડ કરવા માટે આરોપી પત્રકાર બનીને પ્લાસ્ટિક ની ફેકટરીના માલિક રાજેશ પટેલ પાસે ગયા હતા અને AMCના નામે કારખાનાને સીલ મરાવી દેવાની ધમકી આપીને રૂપિયા 5 લાખ માગ્યા.એટલું જ ફેકટરીમાં બળજબરીથી ઘુસીને વિડિઓ બનાવીને વાયરલ કરવાની ધમકી પણ આપી પરંતુ ફેક્ટરીની માલિકની જાગૃતતા અને પોલીસની કાર્યવાહીના કારણે નકલી પત્રકારનો ભાંડો ફૂટ્યો અને પોલીસે ધરપકડ કરી છે.

આ નકલી પત્રકારમા ભાવિન પટેલ અને નિકુંજ પ્રજાપતિ હજુ ફરાર છે. જેથી નિકોલ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી.. જ્યારે પકડાયેલ પત્રકારોએ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Jamnagar : જામજોધપુરમાં 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે આરોપી ફરાર

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati