અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા વેપારીઓ અને કારખાનેદારોને રાત્રે 8 વાગ્યા પહેલા ધંધો-રોજગાર બંધ કરવાની અપીલ

રાજ્યમાં કોરોના વાઈરસે (Corona Virus)મોટો ભરડો લીધો છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે કોરોના વાઈરસની ચેઈન તોડવા માટે રાજ્યના 20 જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે.

  • Kunjan Shukal
  • Published On - 20:19 PM, 8 Apr 2021
અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા વેપારીઓ અને કારખાનેદારોને રાત્રે 8 વાગ્યા પહેલા ધંધો-રોજગાર બંધ કરવાની અપીલ
File Image

રાજ્યમાં કોરોના વાઈરસે (Corona Virus)મોટો ભરડો લીધો છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે કોરોના વાઈરસની ચેઈન તોડવા માટે રાજ્યના 20 જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. ત્યારે અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા વેપારીઓ અને કારખાનેદારોને રાત્રે 8 વાગ્યા પહેલા ધંધા-રોજગાર બંધ કરીને ઘરે જવા માટે અપીલ કરાઈ છે. કારખાનેદારોને સાંજે 8 વાગ્યા પહેલા કર્મચારીઓ ઘરે પહોંચી જાય તેવી શિફ્ટ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શહેરીજનોને પણ સહયોગ આપવા અપીલ કરાઈ છે. 8 વાગ્યા બાદ બહાર નીકળનારા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણના નવા કેસો, એક્ટીવ કેસો અને કોરોનાથી થતાં મૃત્યુમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરતા હવે AMCએ ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર અંગે મહત્વનો નિર્ણય લીધો છે.

 

ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ખાલી રાખો

Ahmedabadમાં કોરોનાની સ્થિતિ વકરતા મ્યુનિસિપલ કમિશ્નરે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. AMCના આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં કોરોના દર્દીઓના થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારવાર મળી રહે તે માટે તમામ મોટી ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ફરજિયાતપણે કોરોના દર્દીઓની સારવાર માટે ખાલી રાખવા પડશે. AMCના આ આદેશથી કોરોના દર્દીઓને 18 ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે 1,219 બેડનો લાભ મળશે.

 

 

રાજ્યમાં સ્થિતિ વકરી હોવાની સરકારની કબુલાત

અમદાવાદ સહીત ગુજરાતમાં કોરોના મહારોગની સ્થિતિ બહુ જ ગંભીર હોવાની વાતનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આડકતરી રીતે સ્વીકાર કરતા કહ્યુ કે રોજ 3000ની આસપાસના કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વધુને વધુ કોવીડ19 માટેના બેડ ઉપલબ્ધ થાય તેવા પગલા રાજ્ય સરકાર લઈ રહી છે. અમદાવાદની મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં બનાવેલ કિડીની હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત એસવીપી (svp) હોસ્પિટલ, યુ એન મહેતા હોસ્પિટલ, કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વધુ પથારીની સવલત ઉભી કરાશે.

 

આ પણ વાંચો: Corona: સચિન તેંડુલકરને લઈને આવ્યા સારા સમાચાર, કોરોનાથી સ્વસ્થ થતાં સપ્તાહ બાદ હોસ્પિટલમાંથી અપાઈ રજા