Ahmedabad : 26 જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટની ધમકીનો પત્ર લખનારની ધરપકડ, પુછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે આશિષ નામના આરોપીની અમદાવાદમાં બોમ્બ બ્સાસ્ટ થવાની ધમકી આપતા પત્ર મામલે ધરપકડ કરી છે. આશિષ મૂળ UPના બલિયા જિલ્લાનો રહેવાસી છે અને અમદાવાદમાં નોકરી કરે છે.

Ahmedabad : 26 જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટની ધમકીનો પત્ર લખનારની ધરપકડ, પુછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો લેટર લખનાર આરોપી સકંજામાં
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 31, 2023 | 4:06 PM

અમદાવાદમાં 26 જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટ ની ધમકી ભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી એક પરણિત મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ હતો. તેણે આ પરણિત મહિલાના દિયરને ફસાવવા માટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો પત્ર લખ્યો હોવાનુ સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી ને આગળ ની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રેમિકાના દિયરને ફસાવવા રચ્યુ કાવતરુ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આશિષ નામના આરોપીની અમદાવાદમાં બોમ્બ બ્સાસ્ટ થવાની ધમકી આપતા પત્ર મામલે ધરપકડ કરી છે. આશિષ મૂળ UPના બલિયા જિલ્લાનો રહેવાસી છે અને અમદાવાદમાં નોકરી કરે છે. આરોપીએ પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે એક પત્ર લખ્યો હતો, પરંતુ તેનું આ ષડયંત્ર સફળ ન થયુ અને તે પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે તે એક પરણિત મહિલાના એક તરફી પ્રેમમાં હતો અને જેની જાણ મહિલાના દિયર ઓમપ્રકાશને થઈ હતી. જેથી ઓમપ્રકાશ દ્વારા આરોપી આશિષને ધમકી આપવામાં આવી હતી કે તે તેની ભાભીને હેરાન કરવાનું બંધ કરી દે. જેથી બદલો લેવા માટે આરોપીએ આ પત્ર લખ્યો હતો.

મૂળ આરોપી સુધી પહોંચ્યુ ક્રાઇમ બ્રાન્ચ

ઘટનાની વિગત વાર વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર મળ્યો હતો. જેમાં 26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં ઓમપ્રકાશના નામ સાથે એક મોબાઇલ નંબર આપીને લખવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરવા માટે ઇસનપુર ઓમપ્રકાશના ઘરે પહોંચી હતી. જ્યાં તેમને ખ્યાલ આવ્યો કે ઓમપ્રકાશ 22 જાન્યુઆરીથી 10 દિવસ માટે વતન ગયો છે. જે પછી પોલીસે તપાસ કરતા કરતા મૂળ આરોપી આશિષ પકડાયો હતો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી ઓમપ્રકાશની ભાભીને છેલ્લા 1 વર્ષ થી એક તરફી પ્રેમ કરતો હતો અને જેને લઇ ઓમપ્રકાશ સાથે તેનો ઝગડો થયો હતો. 20 જાન્યુઆરીના રોજ બલિયાથી અમદાવાદ આવીને રેલવે સ્ટેશન ઉપર પત્ર લખી ઓમપ્રકાશને ફસાવવા માટે મોકલી આપ્યો હતો.

નોંધનીય છે કે આરોપી આશિષ ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરી ચૂક્યો છે અને જ્યારે તે બલિયામાં એક પેથોલોજીમાં કામ કરતો હતો. ત્યારે ઓમપ્રકાશ પોતાની પથરીની સારવાર માટે પોતાની ભાભીને લઈને ગયો હતો. ત્યાં આરોપી સાથે મુલાકાત થઈ હતી અને નંબરની આપ લે થઈ હતી. હાલ આરોપીની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">