Ahmedabad: વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં RSSની પ્રાંત સમન્વય બેઠકનું આયોજન, CM ભૂપેન્દ્ર પટેલ સહિત સંઘની ભગિની સંસ્થાના પ્રતિનિધિઓ રહેશે ઉપસ્થિત

નારણપુરામાં  આવેલી GSC  બેન્ક ખાતે આજે સમગ્ર દિવસ દરમિયાન  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુજરાત પ્રાંતની સમન્વય બેઠક યોજાશે. ક્ષેત્ર કાર્યવાહકન અધ્યક્ષતામાં યોજાનારી આ પ્રાંત સમન્વય બેઠકમાં સંઘ અને તેની સાથે જોડાયેલી  ભગીની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે.  આ બેઠક બપોરે 1 વાગ્યાથીશરૂ થશે જે સાંજના 7 વાગ્યા સુધી  ચાલશે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 8:57 AM

અમદાવાદની GSC બેંકમાં આજે  આરએસએસ (RSS) ની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. RSSની પ્રાંત સમન્વય બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ  (CM Bhupendra Patel) સહિત સંઘની તમામ સહભાગી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે સાથે જ કિસાન સંઘ, શિક્ષણ સંઘ, ABVP અને વનવાસી વિભાગ સહિત 82 જેટલી ભગિની સંસ્થાના પદાધિકારીઓ ચર્ચામાં ભાગ લેશે. વર્ષ 2022ની  ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા   મહત્વપૂર્ણ યોજાનાર  આરએસએસની આ બેઠક માનવામાં આવે છે. બેઠકમાં ચૂંટણીને લઈને  ચર્ચા વિચારણા  અને માર્ગદર્શન આપવામાં આવશે.  તો સમાજમાં પ્રવર્તમાન અને સાંપ્રત પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

ચૂંટણી પૂર્વે RSSની મહત્વપૂર્ણ બેઠક

નારણપુરામાં  આવેલી GSC  બેન્ક ખાતે આજે સમગ્ર દિવસ દરમિયાન  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુજરાત પ્રાંતની સમન્વય બેઠક યોજાશે. ક્ષેત્ર કાર્યવાહકન અધ્યક્ષતામાં યોજાનારી આ પ્રાંત સમન્વય બેઠકમાં સંઘ અને તેની સાથે જોડાયેલી  ભગીની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે.  આ બેઠક બપોરે 1 વાગ્યાથી શરૂ થશે જે સાંજના 7 વાગ્યા સુધી  ચાલશે.  RSSના ગુજરાત પ્રાંતની આ સમન્વય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહે તેવી શકયતા છે.

વાર્ષિક આયોજન પ્રમાણેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમન્વય બેઠક યોજાશે. સંઘ અને તેની ભગીની સંસ્થાઓની વાર્ષિક કામગીરીનું પ્રેઝન્ટેશન અને આગામી કાર્યક્રમો બાબતે ચર્ચા કરાશે. વિધાનસભા ચૂંટણી પહેલા સંઘની સમન્વય બેઠકમાં ચૂંટણી બાબતે પણ ચર્ચા થઈ શકે છે. અગાઉ  જૂન મહિનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ ના મણીનગર આરએસએસ ડો હેડ ગેવાર ભવન ખાતે મળી હતી.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">