Ahmedabad: કોર્પોરેશન દ્વારા સામાન્ય સભાનું આયોજન, વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન દ્વારા જરૂરી મુદ્દા રજુ કરાયા

એક તરફ અમદાવાદ મેટ્રો સીટી હોવાની વાતો કરાય છે. અને સ્વચ્છતા અભિયાન અંગે 7 સ્ટાર રેટીંગની વાતો કરાય છે. અને તેના માટે 70 લાખની વસ્તીવાળા શહે૨માં ફકત 2 વર્તમાનપત્રોમાં નોટીસ આપી અભિપ્રાય મંગાવામાં આવે છે.

Ahmedabad: કોર્પોરેશન દ્વારા સામાન્ય સભાનું આયોજન, વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન દ્વારા જરૂરી મુદ્દા રજુ કરાયા
Ahmedabad: Opposition leader Shehzad Khan raised necessary issues at the corporation's general meeting (AMC-FILE)
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 24, 2022 | 6:13 PM

Ahmedabad: કોર્પોરેશન (AMC) દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં કોંગ્રેસ (Congress)તરફથી વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન દ્વારા અતિ મહત્વના અને ખુબ જ જરૂરી મુદ્દાઓ રજુ ક૨વામાં આવ્યા.

પ્રાઇવેટ બાઉન્સર

અમદાવાદ શહેરમાં મ્યુ.કોર્પોરેશન, વી.એસ. હોસ્પટીલ, એલ.જી.હોસ્પીટલ અને ઝોનલ ઓફીસમાં ખુબજ મોટી સંખ્યામાં પ્રાઇવેટ બાઉન્સરો નીયુકત કરવામાં આવ્યા છે. તે કોઇપણ હીસાબે યોગ્ય નથી દેખાતુ. ત્યાં આવનાર દરેક વ્યકિત તેના મહત્વના કામે આવતો હોય છે અથવા તો તે બિમાર હોય છે આવી જગ્યાએ બાઉન્સરોનુ શું કામ ? અને તેઓને આપવામાં આવતુ વેતન પણ ખુબજ વધુ હોય છે આવા કોન્ટ્રાકટ કોર્પોરેશન માટે ખુબ જ નુકસાન કરતા દેખાય છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રોડ પર ફરતા ઢોર

અમદાવાદ મેટ્રો સીટી છે. પરંતુ અમદાવાદ શહેરમાં રોડ રસ્તા ઉપર ફરતા ઢોર ખુબ જ સામાન્ય ઘટના છે. વર્ષ દરમિયાન હજારો લોકોને કુતરા કરડવા અને પશુથી હાની પહોંચવાના અનેક બનાવ બનતા હોય છે. અને આ વાતને સાબીત કરતા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ટીપ્પણી કરે છે કે મને રોડ ઉપર નીકળતા ડર લાગે છે કે કયાંક કોઇ કુતરુ મને ના કરડી જાય, હવે વિચાર એ થાય છે કે સામાન્ય નાગરીકની શું હાલાત થતી હશે. આ માટે ઢોર બાબતે જરૂરી પ્રાવધાન કરી આ સમસ્યાનું સમાધાન લાવતી નિતી અપનાવી પડશે. શહેઝાદખાન દ્વારા આ તમામ મુદ્દાની અસરકારક રજુઆત કરવામાં આવી.

મલ્ટીલેવલ પાર્કીંગ

એક તરફ કોર્પોરેશન પ્રાથમિક સુવીધાઓ માટે ફંડ ન હોવાની વાતો કરે છે અને બીજી તરફ કોર્પોરેશનને ભયંકર નુકસાન કરતા મલ્ટી લેવલ પાર્કીંગ કોના ફાયદા માટે બનાવવામાં આવે છે. અગાઉ બનેલ કાંકરીયા અને નવરંગપુરાના પાર્કીંગ તદન નીષ્ફળ ગયેલ છે અને સીંધુ ભવન તથા પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં મલ્ટી લેવલ પાર્કીંગ બનાવવાના પ્રોજેકટ પાસ કરેલ છે જ્યાં કોઇ જ જરૂર નથી. કારણ કે તે વિસ્તારોમાં દરેક કોમપ્લેક્ષ પાસે પાર્કીંગની સુવીધા હોય જ છે. તેથી આવા પ્રોજેકટ જનતાના પૈસાનો વ્યય છે તેથી તે રદ કરવા જોઇએ.

પીરાણા ડમ્પ સાઇડ વિજળી ઉત્પાદન

એ.એમ.સી. દ્વારા ડિસમ્બર 2021ના અંતે શહેરમાંથી ઉત્પન્ન થતા 1 હજાર મેટ્રીક ટન કચરામાથી ૧૫ મેગા વોટ વિજળી ઉત્પન્ન કરવાના એ.એમ.સી. ના પૂર્વ કમીશ્નર મુકેશ કુમારે કરેલ દાવાની ટવીટ પોકળ પુરવાર થઇ છે. અને આ જાહેરાતનું સૂરસૂરીયુ થઇ ગયુ છે. આ પ્રકારના ખોટા દાવાઓ કરનારી કંપનીઓને બ્લેક લીસ્ટેડ કરવી જોઇએ. આમા પણ કોર્પોરેશનની નિતી નિષ્ફળ થતી દેખાય છે.

સ્વચ્છતા અભિયાન

એક તરફ અમદાવાદ મેટ્રો સીટી હોવાની વાતો કરાય છે. અને સ્વચ્છતા અભિયાન અંગે 7 સ્ટાર રેટીંગની વાતો કરાય છે. અને તેના માટે 70 લાખની વસ્તીવાળા શહે૨માં ફકત 2 વર્તમાનપત્રોમાં નોટીસ આપી અભિપ્રાય મંગાવામાં આવે છે. અને ખુશ થઇને એક દીવસ રસ્તા પર ઉતરી સ્વચ્છતા અભીયાનના નામે ફોટો સેશન કરાય છે. પરંતુ પરિસ્થિતી તદ્દન વિપરીત છે. આખા શહેરમાં કચરાના ઢગલા હોવા સામાન્ય બાબત છે. સુરત, રાજકોટ અને બીજા રાજ્યના ઇન્દોર જેવા શહેર આપણા કરતા સફાઇમાં ખુબ જ આગળ છે. આખા શહેરમાં મુકવામાં આવેલ ગ્રીન અને બ્લયુ ડસ્ટબીન હવે નજરે પડતા નથી. અને સફાઇના બીલો જનરેટ થતા જાય છે. આ ભષ્ટાચાર નથી તો શું છે ? આમાં પણ સફાઇ કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મીલીભગત ફલીત થાય છે.

હોસ્પીટલની બીયુ પરમીશન

એક તરફ કોરોની ત્રીજી લહેર શરૂ થઇ ચુકી છે. અને બીજી તરફ હોસ્પીટલોના બીયુ.પરમીશન બાબતે વિવાદ ચાલી રહયો છે. શહેરમાં આશરે 500 જેટલી હોસ્પીટલો બી.યુ.પરમીશન વિના અને 100 જેટલી હોસ્પીટલો રેસીડેન્સમાં ચાલી રહી છે. કોર્પોરેશન આ બાબતે આકરી કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની બીજી લહેરમાં આખા શહેરની હોસ્પીટલોમાં એક પણ બેડ ખાલી ન હતા અને જો આ સ્થિતિમાં ઉપરોકત હોસ્પીટલો પર કાર્યવાહી કરી સીલ મારવામાં આવે તો પ્રજાની પરેશાનીઓ ખુબ જ વધી જશે. આ સ્થિતિમાં પ્રજાનો શું વાંક? જ્યારે બીયુ ૫૨મીશન વગર હોસ્પીટલો બની ગઇ ત્યારે કોર્પોરેશના અધિકારીઓ નિંદ્રાધીન હતા?

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યા વધી, 46 દર્દીઓ આઇસીયુ પર

આ પણ વાંચો : ડિંગુચાના 4 લોકો કેનેડામાં ગુમ થવાની ઘટનાઃ 3 દેશની એજન્સીઓ તપાસ કરશે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">