Ahmedabad: હવે સી પ્લેનનું મેઈન્ટેનન્સ સી પ્લેન સ્થળ પાસે જ થશે- સૂત્ર

કેવડીયાને અમદાવાદ (Ahmedabad)થી જોડતું સી પ્લેન (Sea Plane) પ્રોજેકટ મહત્વનો પ્રોજેકટ છે અને તેને લગતી સુવિધા પણ તેટલી જ હોવી જરૂરી છે. જેને ધ્યાને રાખી સી પ્લેન પ્રોજેકટ દ્વારા સી પ્લેન સ્થળ પર જ પ્લેનનું મેઈન્ટેનન્સ કરવાનું નક્કી કરાયું છે.

Ahmedabad: હવે સી પ્લેનનું મેઈન્ટેનન્સ સી પ્લેન સ્થળ પાસે જ થશે- સૂત્ર
Sea Plane
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 07, 2021 | 5:46 PM

કેવડીયાને અમદાવાદ (Ahmedabad)થી જોડતું સી પ્લેન (Sea Plane) પ્રોજેકટ મહત્વનો પ્રોજેકટ છે અને તેને લગતી સુવિધા પણ તેટલી જ હોવી જરૂરી છે. જેને ધ્યાને રાખી સી પ્લેન પ્રોજેકટ દ્વારા સી પ્લેન સ્થળ પર જ પ્લેનનું મેઈન્ટેનન્સ કરવાનું નક્કી કરાયું છે. તેવું સુત્રો જણાવી રહ્યા છે. જેને લઈને સી પ્લેન સ્થળ પાસે જ મેઈન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. જેથી સી પ્લેન જેટી પાસેથી સી પ્લેન મેઈન્ટેનન્સ પ્લેટફોર્મ પર લાવી મેઈન્ટેનન્સ કરી શકાય. સાથે જ સી પ્લેન સાબરમતી નદીમાંથી મેઈન્ટેનન્સ પ્લેટફોર્મ પર લાવી શકાય તે પ્રકારની ડિઝાઈન સાથે મેઈન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. જેથી મેઈન્ટેનન્સમાં પણ કોઈ અગવડતા સર્જાય નહીં.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

અંદાજે 40 ફૂટ લાબું અને 6 ફૂટ કરતા પહોળું મેઈન્ટેનન્સ પ્લેટ ફોર્મ તૈયાર કરાયું છે. અત્યાર સુધી સી પ્લેન મેઈન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવતું હતું. મેઈન્ટેનન્સ દરમિયાન થતી ઈંધણની ખપત થતી હતી. તે ખપત ઓછી કરવા તેમજ મુસાફરોને ઝડપી સુવિધા મળી રહે તે માટે સી પ્લેન સ્થળ પર જ મેઈન્ટેનન્સની વ્યવસ્થા ઉભી કરાઈ હોવાનું સુત્રો કહી રહ્યા છે.

તેમજ વધુમાં સુત્રોએ જણાવ્યું કે મેઈન્ટેનન્સ માટે એક ટીમ પણ સ્થળ પર રહેશે. મહત્વનું છે કે અત્યાર સુધી લગભગ ત્રણ વાર સી પ્લેન મેઈન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું છે. જેના કારણે લોકોને સી પ્લેન સુવિધા મળવામાં હાલાકી સર્જાઈ હતી. ત્યારે આવી હાલાકી દૂર કરવા અને મુસાફરોને ઝડપી સુવિધા મળી રહે તે માટે આ નિર્ણય કરી મેઈન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરાયુ છે. આપને જણાવી દઈએ કે સી પ્લેન સેવાનો શુભારંભ વડાપ્રધાન મોદીના હસ્તે 31મી ઓક્ટોબર 2020ના રોજ સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Valsad: નવસારીનો પોલીસકર્મી દારૂ સાથે ઝડપાયો, નંબર વગરની કારમાં લઈ જતા હતા દારૂ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">