અમદાવાદ : રીક્ષા ચાલકો પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મૂળમાં, જોકે આંદોલનની કોઈ રૂપરેખા નક્કી નહિ

શુક્રવારે કેટલાક યુનિયનનો શાંતીપુરા સર્કલ પાસે એક હોટેલમાં મિટિંગ પણ મળી હતી. જ્યાં 9 યુનિયનના સભ્યો હાજર રહ્યા. જેમાના કેટલાક લોકો થોડા દિવસ પહેલા વાહન વ્યવહાર મંત્રી સાથે મિટિંગ કરી. જેમાં એક મિટિંગમાં રીક્ષા ભાડું જે 4 વર્ષથી વધ્યું ન હતું તે વધતા રાહત અનુભવી.

અમદાવાદ : રીક્ષા ચાલકો પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મૂળમાં, જોકે આંદોલનની કોઈ રૂપરેખા નક્કી નહિ
રીક્ષાચાલકનું આંદોલન (ફાઇલ)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 20, 2021 | 2:48 PM

પેટ્રોલ ડીઝલના ભાવે દરેક વ્યક્તિ પર અસર કરી રહ્યાં છે. જે બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળી. જોકે તેની જ સાથે સીએનજીના ભાવમાં વધારો લોકોને અસર કરતો જોવા મળ્યો. અને તેમાં પણ સૌથી વધુ અસર રીક્ષા ચાલકો પર જોવા મળી. કેમ કે રીક્ષા સીએનજી પર ચાલે છે. જેને લઈને રીક્ષા ચાલકો છેલ્લા ઘણા દિવસથી આંદોલનના માર્ગે વળ્યાં છે.

અમદાવાદ અને ગુજરાત રાજ્યના મળી 40 જેટલા યુનિયનો છે. જેઓ સીએનજી ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ કોરોના કાળ દરમિયાન પડેલી અસર દૂર કરવા સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી સાથે જ નુકશાન સરભર કરવા માટે પોલીસ દ્વારા જે રીક્ષા કલમ લગાવી ડિટેન કરવામાં આવી રહી છે. જેના કારણે રીક્ષા ચાલકો કમાણી કરી શક્યા નથી. તે ડિટેન કરવા અને કલમ લગાવવા બંધ કરવાની પણ રીક્ષા ચાલકોની માંગ છે. જે માંગ સાથે રીક્ષા ચાલકો અને યુનિયન વિરોધ પણ કરી રહ્યા છે. તેમજ હડતાળ પણ પાડી હતી. જોકે હડતાળ સમયે કેટલાક યુનિયન એકબીજાના વિરુદ્ધ જોવા મળ્યા . જેને લઈને હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો.

એટલું જ નહીં પણ 15 અને16 નવેમ્બરની 36 કલાકની હડતાળ સમયે હડતાળ પર ઉતરેલા લોકોએ 21 નવેમ્બરે અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી. જે હડતાળ તેઓએ પરત ખેંચી. સાથે જ પોસ્ટર વોર અને જેલ ભરો આંદોલન યથાવત રાખવા ચીમકી ઉચ્ચારી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તો શુક્રવારે કેટલાક યુનિયનનો શાંતીપુરા સર્કલ પાસે એક હોટેલમાં મિટિંગ પણ મળી હતી. જ્યાં 9 યુનિયનના સભ્યો હાજર રહ્યા. જેમાના કેટલાક લોકો થોડા દિવસ પહેલા વાહન વ્યવહાર મંત્રી સાથે મિટિંગ કરી. જેમાં એક મિટિંગમાં રીક્ષા ભાડું જે 4 વર્ષથી વધ્યું ન હતું તે વધતા રાહત અનુભવી. તો બીજી મિટિંગમાં મંત્રીએ પોલીસ તરફથી લગાવવામાં આવતી કલમ નહિ લગાવાય તેવી ખાતરી આપતા પણ રાહત અનુભવી. જોકે 188 અને 283 કલમ લગાવવાનું શરૂ રખાતા  મિટિંગમાં યુનિયને મંત્રીને અને સરકારને 10 દિવસનો સમય આપ્યો. અને જો 10 દિવસમાં કલમ નહિ લગાવવા લેખિત ખાતરી નહિ મળે તો અન્ય સ્વરૂપે આંદોલન શરૂ રાખવા પણ યુનિયને ચીમકી ઉચ્ચારી હતી. જે મિટિંગમાં વાહન વ્યવહાર મંત્રી હાજર રહેવાના હતા. જોકે કોઈ કારણસર તેઓ હાજર ન રહી શક્યા.

જોકે મિટિંગમાં યુનિયન દ્વારા આગામી આંદોલનની કોઈ ચોક્કસ તારીખ કે કાર્યક્રમ જાહેર કર્યા ન હતા. જેથી સવાલ એ પણ થાય છે કે રીક્ષાચાલકોનું આંદોલન શાંત પડી ગયું છે કે પછી સંકેલાઈ ગયું છે કે પછી રીક્ષા ચાલકોને આંદોલન કરવાથી રોજીરોટી બંધ થવાની ભીતિથી તેઓને આંદોલનમાં રસ નથી. અને માટે જ તેમની હડતાળનું એલાન મોકૂફ રખાયું. તો રીક્ષા ચાલકોની હડતાળમાં ભાગલા પણ જોવા મળ્યા. ત્યારે સવાલ એ થાય છે કે આગળ જતા રીક્ષા ચાલકોનું આંદોલન કેવી રીતે આગળ વધશે. અને રીક્ષા ચાલકોની માંગ સંતોષાશે કે નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">