અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેર કર્યા નવા નિયમો,હવે કોલેજ અને યુનિવર્સિટી પરિસરમાં હેલ્મેટ વિના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ અને નિયમો મુદ્દે નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં કોલેજ અને યુનિવર્સિટી પરિસરોમાં હેલ્મેટ વગર પ્રવેશ નહીં મળે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 22, 2021 | 11:26 PM

અમદાવાદમાં(Ahmedabad)  ટ્રાફિકની(Traffic)  સમસ્યાના મુદ્દે પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં (Highcourt)  સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં હેલ્મેટ અને નિયમો મુદ્દે ટ્રાફિક પોલીસે નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં કોલેજ(College)  અને યુનિવર્સિટી પરિસરોમાં હેલ્મેટ(Helmet)  વગર પ્રવેશ નહીં મળે તેમજ ઓનલાઈન ડિલિવરી સંસ્થાઓએ અને મોટી સંસ્થાઓએ પણ હેલ્મેટ વગર પ્રવેશ નહીંનો નિયમ અપનાવ્યો છે.

જ્યારે અમદાવાદીઓએ છેલ્લા 3 વર્ષમાં 20.68 કરોડ જેટલી પેનલ્ટી ગેરકાયદે પાર્કિંગ બદલ ચૂકવી છે. તેમજ છેલ્લા 3 વર્ષમાં નો-પાર્કિંગમાં પાર્ક થયેલા 2.80 લાખ વાહનો ટોઇંગ થયા છે. તેમજ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ છેલ્લા 3 વર્ષમાં 48.68 લાખ ઇ-ચલણ ઈશ્યુ થયા છે. આ માહિતી ટ્રાફિક પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં આપી છે.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ટ્રાફિક પોલીસ અનેક પ્રકારના નવા નિયમો લાગુ કરવા જઇ ર રહી છે. જેમાં કોલેજ અને યુનિવર્સિટી પરીસરની આસપાસ ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. તેમજ વિધાર્થીઓની અવર જવરના લીધે ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બને છે.

તેથી ટ્રાફિક પોલીસે તેની પર નિયંત્રણ લાવવા માટે કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં હેલ્મેટ વિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિયમ જાહેર કર્યો છે. જેના લીધે વાહનોની સંખ્યા પર નિયંત્રણ આવી શકશે તેવું ટ્રાફિક પોલીસનું માનવું છે. જ્યારે આ નિયમનો  આગામી દિવસમાં કેટલી ગંભીરતાથી અમલ કરવામાં આવે છે તે મહત્વનું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 85 હજાર દીવડાઓથી મા ઉમિયાના મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ, જુઓ વિડીયો

આ પણ વાંચો : ગુજ્રરાતમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022 એ યોજાશે

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati