Ahmedabad : ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 14 એપ્રિલથી નેશનલ ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરાશે

14 એપ્રિલે ફાયર સર્વિસ દિવસ (National Fire Service Day) પર સાહસિક મૃતક જવાનોની શ્રદ્ધાંજલિ અને સન્માન કાર્યક્રમ સાથે દર વર્ષે જે ડેમોસ્ટ્રેશન કરવામા આવે છે તેની જગ્યા પર આ વર્ષે માત્ર મૃતકોને સલામી અને મૌન પાડીને આ દિવસ ની ઉજવણી કરાશે. તેમજ તે બાદ ફાયર દિવસના એક સપ્તાહમા પસંદ કરાયેલા અલગ અલગ સ્થળે જઈને લોકોમા ફાયર બ્રિગેડની કામગરીને લઈને જાગૃતી ફેલાવવામા આવશે

Ahmedabad : ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 14 એપ્રિલથી નેશનલ ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરાશે
Ahmedabad Fire Brigade (File Image)
Darshal Raval

| Edited By: Chandrakant Kanoja

Apr 13, 2022 | 6:08 PM

અમદાવાદ(Ahmedabad)ફાયર બ્રિગેડ (Fire brigade)અને ઇમરજન્સી સર્વિસ દ્વારા 14 એપ્રિલ નેશનલ ફાયર સર્વિસ(National Fire Service Day)  દિવસ અઠવાડિયા સુધી ફાયર સર્વિસ સપ્તાહ ઉજવવામા આવશે. જેમાં 14 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરાશે. જેમા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદના પ્રથમ નાગરિક મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહેશે. જેમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ફાયર બ્રિગેડની કામગીરીનું નિદર્શન કરવામાં આવશે. કોરોના કાળ અને ગરમીને લઈને દર વર્ષની જેમ આ વર્ષે મોટા પાયે ડેમોસ્ટ્રેશન રાખવામાં નથી આવ્યું પણ 14 એપ્રિલ બાદ એક સપ્તાહ સુધી ફાયર બ્રિગેડ દ્વારા ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ફાયર બ્રિગેડ જાગૃતિ અભિયાન ચલાવશે તેમજ હોસ્પિટલ. હરાઈઝ બિલ્ડીંગ, જીઆઇડીસી જેવા વિસ્તારમાં મોકડ્રીલ યોજાશે. જેથી લોકોને આગ લાગે ત્યારે મોટી હોનારત થતા ટાળી શકાય એ માટે જાગૃત કરાશે

શહેરમાં બે ફાયર સ્ટેશન જ હતા

અમદાવાદમાં ફાયર બ્રિગેડની રચના થઈ ત્યારે શરૂઆતમાં 2 ફાયર સ્ટેશન હતા અને નહિવત સ્ટાફ હતો. જેની જગ્યા પર સમયની સાથે હવે તેમાં વધારો થયો અને હાલ નરોડા અને નિકોલ નવા ફાયર સ્ટેશન સાથે શહેરમાં કુલ 17 ફાયર સ્ટેશન કાર્યરત છે. જેમાં 558 સ્ટાફ અને 260 વ્હીકલ છે. જે વાહનોમાં 2 હાઇડ્રોલીક પ્લેટફોર્મ. ટર્નટેબલ વાહન. ગજરાજ. ડ્રોન. રોબો જેવા મુખ્ય વાહનો છે.

ફાયર બ્રિગેડે અનેક બિરદાવવા લાયક કામગીરી કરી

કુદરતી હોનારત હોય જળ પ્રલય હોય. સુનામી હોય. આગ કે વાવાઝોડાની ઘટનાઓ હોય કે  બોરવેલમાં ફસાયેલા બાળકો ફસાવવાની ઘટના હોય. ભૂકંપ. ગેસ લીકેજ. અકસ્માત કે ક્રેસની ઘટના હોય કે પછી અબોલ પશુ પક્ષીઓ અને માનવીનું રેસ્કયુ કરવાનું હોય. જેમાં અનેક લોકોના ફાયર બ્રિગેડે જીવ બચાવ્યા છે. અને તે કામગીરીને લઈને ફાયર બ્રિગેડ અને તેના કર્મચારીઓને વિવિધ એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. જે તમામ બાબતે અમદાવાદ ફાયર બ્રિગેડ તેની કામગીરીને લઈને વખણાય છે અને એટલા માટે અન્ય રાજ્ય પણ આવી કેટલીક ઘટનામાં અમદાવાદ ફાયર બ્રિગેડની પણ મદદ માટે છે જે ગર્વની બાબત ગણી શકાય

14 એપ્રિલે ફાયર સર્વિસ દિવસ ઉજવવામાં આવે છે

14 એપ્રિલે ફાયર દિવસ પર સાહસિક મૃતક જવાનોની શ્રદ્ધાંજલિ અને સન્માન કાર્યક્રમ સાથે દર વર્ષે જે ડેમોસ્ટ્રેશન કરવામા આવે છે તેની જગ્યા પર આ વર્ષે માત્ર મૃતકોને સલામી અને મૌન પાડીને આ દિવસ ની ઉજવણી કરાશે. તેમજ તે બાદ ફાયર દિવસના એક સપ્તાહમા પસંદ કરાયેલા અલગ અલગ સ્થળે જઈને લોકોમા ફાયર બ્રિગેડની કામગરીને લઈને જાગૃતી ફેલાવવામા આવશે તેમજ ફાયર બ્રિગેડની કામગીરીથી લોકો અવગત થાય માટે 15 એપ્રિલ થી લઈને 21 એપ્રિલ સુધી શહેરના તમામ ફાયર સ્ટેશનો પર શહેરી જનો મુલાકાત લઈ ફાયર બ્રિગેડના સાધનો વિશે જાણી શકે તેવા પ્રકારના જાગૃતી કાર્યક્રમનુ આયોજન કરાયુ છે. ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલ 1944મા બોમ્બે ડોક યાર્ડમા લાગેલી આગમા 66 જેટલા ફાયર જવાનો મોતને ભેટયા હતા, આ  ફાયર બ્રિગેડ જવાનોની સાહસિક કામગીરીને  બિરદાવા માટે ફાયર બ્રિગેડ 14 એપ્રિલે  ફાયર સર્વિસ દિવસ તરીકે દર વર્ષે ઉજવવામા આવે છે.

આ પણ વાંચો :  Banaskantha: ઉનાળાના પ્રારંભે જ પાણી પાણીના પોકાર, પાલનપુર તાલુકામાં ખેડૂતો પાણીની માગ સાથે રસ્તા પર ઉતર્યા

આ પણ વાંચો : Surat: વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાની સરકારની વાતો વચ્ચે, ઝાંખરડાની શાળામાં તો 12 વર્ષથી વિદ્યાર્થીઓને મળે છે ગીતા અને કુરાન બંનેનું જ્ઞાન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati