Ahmedabad: વિવિધ વિસ્તારમાં મનુષ્યના અંગો મળવા મામલે મોટો ખુલાસો, નિવૃત્ત ક્લાસ-2 અધિકારીએ પુત્રનું કાસળ કાઢ્યુ

અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં અલગ-અલગ જગ્યાએથી મનુષ્યના અંગો મળી આવ્યા હતા. એક જ સરખી પોલિથીન બેગમાં આ માનવ અંગો મળતા અલગ-અલગ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. જેમાં 22 જુલાઇએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક મહત્વની કડી મળી હતી.

Ahmedabad: વિવિધ વિસ્તારમાં મનુષ્યના અંગો મળવા મામલે મોટો ખુલાસો, નિવૃત્ત ક્લાસ-2 અધિકારીએ પુત્રનું કાસળ કાઢ્યુ
આંબાવાડી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો (આરોપી વૃદ્ધના CCTV)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 3:11 PM

અમદાવાદના વાસણા (Vasana) અને એલિસબ્રિજ (Elisbridge) વિસ્તારમાંથી અલગ અલગ સમયે મળી આવેલા માનવ અંગોના કેસ અંગે મોટો ખુલાસો થયો છે. અમદાવાદના (Ahmedabad) આંબાવાડી મર્ડર મિસ્ટ્રીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. સગા બાપે જ દીકરાની હત્યા (Murder) કરી હોવાનો ખુલાસો થયો છે. બંને વચ્ચે દારૂ પીવા બાબતે ઝઘડો થતાં પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી પિતા નિલેશ જોષીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. તેને અમદાવાદ લાવવા ટીમ રવાના થઈ ગઈ છે.

પિતાએ જ પુત્રની હત્યા કર્યાનો ખુલાસો

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં અલગ-અલગ જગ્યાએથી મનુષ્યના અંગો મળી આવ્યા હતા. એક જ સરખી પોલિથીન બેગમાં આ માનવ અંગો મળતા અલગ-અલગ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી.જેમાં 22 જુલાઇએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક મહત્વની કડી મળી હતી. એક સિનિયર સિટીઝન આ મનુષ્ય અંગો સીડી પરથી ઉતારતા અને એક્ટિવા પર લઈને જતા દેખાયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ વૃદ્ધ નિવૃત્ત ક્લાસ-2 અધિકારી છે અને દીકરા સાથે રહે છે. જે પછી વધુ તપાસમાં મોટો ખુલાસો થયો છે. નિવૃત્ત ક્લાસ-2 અધિકારી પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યુ છે. પિતા-પુત્ર વચ્ચે દારૂ પીવા બાબતે ઝઘડો થયો હતો. જે પછી ઉશ્કેરાયેલા પિતાએ પુત્રનું જ કાસળ કાઢી નાખ્યુ હતુ.

અમદાવાદ શહેરના બે વિસ્તારમાંથી માનવ અંગો મળવાની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલિકની સૂચનાના આધારે પોલીસ ઈન્સપેક્ટર એસ.જી. દેસાઈએ તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત પણ ક્રાઈમ બ્રાંચના કેટલાક અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમની તપા, દરમિયાન પોલીસને એલિસબ્રિજ વિસ્તારમાંથી કલગી ચાર રસ્તા નજીક જ્યાંથી માનવ અંગો મળ્યા ત્યાંથી સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા.

CCTV ફુટેજમાં એક્ટિવા પર આવેલ વૃદ્ધ થેલી ફેંકતા દેખાયા

સીસીટીવી ફુટેજમાં એક વૃદ્ધ એક્ટિવા પર આવી થેલી ફેંકીને જતા દેખાયા હતા. પોલીસે એક્ટિવાના નંબરના આધારે તપાસ કરતા તે ખાડિયાના એક વ્યક્તિ હોવાનુ જાણવા મળ્યુ હતુ. જ્યારે પોલીસે ખાડિયાના તે વ્યક્તિની તપાસ કરી તો ખૂલાસો થયો કે તેણે થોડા સમય પહેલા જ વાહન લે-વેચ કરતા દલાલને એક્ટિવા વેચ્યુ હતુ. પોલીસે એક્ટિવાના મૂળ માલિકને સાથે રાખી વાહન લે-વેચ કરનારા દલાલને ત્યાં પહોંચી ત્યારે પોલીસને વધુ એક કડી હાથ લાગી હતી.

વૃદ્ધ પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો

વાહન દલાલે આ એક્ટિવા આંબાવાડીમાં રહેતા એક વૃદ્ધને વેચ્યુ હતુ. સીસીટીવી ફુટેજમાં વૃદ્ધ દેખાતા પોલીસ આરોપીની નજીક પહોંચી હોવાનુ માની રહી હતી. જો કે પોલીસ આ વૃદ્ધના આંબાવાડી સ્થિત સુનિતા સોસાયટીના ઘરે પહોંચી હતી. તે પહેલા જ વૃદ્ધ પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘર નીચેથી સીસીટીવીમાં દેખાતુ એક્ટિવા પણ મળી આવ્યુ હતુ. પોલીસે વૃદ્ધના આસપડોશના લોકોની પૂછપરછ કરી બંધ મકાનનું તાળુ તોડી તપાસ કરી ત્યારે અંદરથી લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા. જેના પરથી હત્યા આ જ મકાનમાં થઈ હોવાની શંકા વધુ પ્રબળ બની અને મકાનમાં રહેતા વૃદ્ધ પણ ફરાર હોવાનું જાણવા મળ્યુ હતુ.

(વીથ ઇનપુટ- મિહિર ભટ્ટ, અમદાવાદ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">