અમદાવાદમાં ત્રીજો ડોઝ : દિવાળી પછી બંને ડોઝ લેનારા નાગરિકોને બુસ્ટર ડોઝ આપવાની AMCની તૈયારી

Vaccination in Ahmedabad : અમદાવાદ શહેરમાં કોરોના રસીકરણ અભિયાનમાં ટાર્ગેટેડ વસ્તી સામે 99.67 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ અને 52.17 ટકા નાગરિકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યાં છે.

અમદાવાદમાં ત્રીજો ડોઝ : દિવાળી પછી બંને ડોઝ લેનારા નાગરિકોને બુસ્ટર ડોઝ આપવાની AMCની તૈયારી
Corona Vaccine

AHMEDABAD : અમદાવાદના શહેરીજનો માટે સારા સામચાર સામે આવ્યાં છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation-AMC)એ આમદાવાદના શહેરીજનોને કોરોના વેક્સિન (Corona Vaccine)નો ત્રીજો એટલે કે બુસ્ટર ડોઝ (Booster Dose)આપવાની તૈયારી કરી લીધી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચુકેલા નાગરિકોને દિવાળી પછી કોરોના વેક્સિનનો ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યાં પછી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હવે કોરોનાના બંને ડોઝ લેનારા નાગરિકોને ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવશે. પહેલા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર, અને સિનિયર સિટીઝન્સને પ્રાથમિકતા આપવામાં આવશે. દિવાળી પછી બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે જેની સાથે ત્રીજા બુસ્ટર ડોઝની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં થયેલા રસીકરણના આંકડા જોઈએ તો 18 ઓક્ટોબર સુધીમાં 70,14,274 ડોઝ આપવામાં આવ્યાં છે, જેમાં 46,09,422 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, અને 24,04,852 નાગરિકોનું બંને ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ, અમદાવાદ શહેરમાં કોરોના રસીકરણ અભિયાનમાં ટાર્ગેટેડ વસ્તી સામે 99.67 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ અને 52.17 ટકા નાગરિકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યાં છે.અમદાવાદમાં પ્રથમ ડોઝ લેનારા નાગરિકોની સખ્યા 100 ટકા થયા બાદ બીજા ડોઝના 100 ટકા રસીકરણમાં લગભગ 3 મહિના જેટલો સમય લાગશે.

પ્રથમ ડોઝ કરતા બીજા ડોઝનો આંકડો ઓછો છે, એનું કારણ એ છે કે અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝમાં 84થી 102 દિવસ જેટલો સમયગાળો રાખવામાં આવ્યો છે. આ કારણે કોરોના મહામારીની બીજી લહેરમાં બીજો ડોઝ ન લેનારા નાગરિકોની સંખ્યા વધારે છે.

આ પણ વાંચો : T20 World Cup 2021 : વિરાટ કોહલી બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ તેની જાહેરાત કરવામાં આવશે

આ પણ વાંચો : Texas plane crash : ટેક ઓફ કરવાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું વિમાન, 3 ક્રૂ મેમ્બર્સ સહિત 21 મુસાફરો હતા સવાર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati